બોરતળાવ પો.સ્ટે.ના બાઈક ચોરીનો આરોપી સખપર ગામેથી ઝડપાયો

753
bhav4-1-2017-4.jpg

શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ચાર માસ પહેલા નોંધાયેલ વાહન ચોરીના ગુન્હામાં ફરાર શખ્સને ગઢડા પોલીસે ઝડપી લઈ બોરતળાવ પોલીસને સોંપી દીધો હતો.
ગઢડા(સ્વા.) પોલીસ સ્ટેશનના પોલીસ.સબ ઇન્સ્પેકટર આર.બી. કરમટીયા તેમજ સ્ટાફના માણસો પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ, યુવરાજસિંહ ઝાલા, જયપાલસિંહ ગોહિલ એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે બોરતળાવ પો.સ્ટે.ના ઇ.પી.કો. ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે આરોપી હરેશ ઉર્ફે હરીયો કાળુભાઇ પરમાર જાતે.કોળી રહે.નાના સખપર ગામ તા.ગઢડા જી.બોટાદ વાળો બસસ્ટેન્ડ પાસે ઉભો હોય તેવી હકીકત મળતા સ્ટાફ સાથે ઇસમને દબોચી લઇ પકડી પાડેલ. અને બોરતળાવ પો.સ્ટે.ના બાઇકચોરીના ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતો-ફરતો આરોપી પકડી પાડી ભાવનગરના બોરતળાવ પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ. આરોપી છેલ્લા ઘણા સમયથી ચોરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ છે અને ચોરી કરવાની ટેવવાળો છે જેને અગાઉ પણ ગઢડા પોલીસ ટીમે ચોરાઉ બાઇકો સાથે પકડી પાડેલ હતો.