હીરાભાઈ સોલંકીએ કરેલી રજૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વિકારી

969
guj5-1-2018-6.jpg

ગુજરાત રાજ્યના બહુમત કોળી સમાજ ગાંધીનગર ખાતે પરશોત્તમભાઈના નિવાસસ્થાને ઉમટી પડ્યો. ભાજપની સરકારમાં સીનીયર આગેવાન હોવા છતાં નબળુ ખાતુ ફાળવતા માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે ન્યાયની અપીલ મુખ્યમંત્રીએ માન્ય રાખતા હર્ષની લાગણી ફેલાય છે.
ગુજરાત રાજ્યના બહુમતી કોળી સમાજના મસીહા અને ભાજપ સરકારમાં સીનીયર આગેવાન પરશોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને રાજુલા, જાફરાબાદથી લઈ ગુજરાતભરનો કોળી સમાજ ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓએ ગાંધીનગરના દ્વાર માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં ખટખટાવ્યા. કોઈ વિદ્રોહ નહીં, ન્યાયીક રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ગુજરાતના કોળી સમાજ દ્વારા માંગ કરાઈ ત્યારે તે વાતને વિજયભાઈ રૂપાણીએ વ્યાજબી લેખતા તેમણે વચન આપ્યું કે, આ બાબતે ચોક્કસ પ્રક્રિયા થશે પણ ર મહિનાનો સમય જોશ. ત્યારબાદ ઘીના ઠામમાં ઘી પડી જશે. જે તમામ કોળી સમાજે સ્વીકાર કરાયો. કારણ પરશોત્તમભાઈ સોલંકીએ બધાયની વચ્ચે એવું નિવેદન આપ્યું કે મારો બહુમત કોળી સમાજ કહેશે તો હું રાજીનામુ આપી દઈશ તેવા વાતાવરણને વિજયભાઈ રૂપાણીએ એક જ જાટકે હળવુફુલ જેવું બનાવી દીધુ અને ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટથી લઈ રાજુલા, જાફરાબાદ, મહુવા, તળાજા, સાવરકુંડલા, ધારી, ચલ્લાળા, ઉના સુધીના કોળી સમાજ પરત આવવા રવાના થયો છે.

Previous article આવાસ યોજનાના પ્રશ્નો અંગે આવેદન અપાયું
Next articleકૃષિ પરિવહનમાં કોઠાસુઝ