ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નગરજનો ઠંડીથી ઠુઠવાયા

764
gandhi612018-3.jpg

રાજ્યના શહેરો અંગે વાત કરીએ તો આજે વધુ સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં પડી છે. જ્યાં તાપમાનનો પારો ૮ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો હતો. ગાંધીનગરમાં તાપમાનનો પારો અચાનક ગગડતાં નગરજનો ઠંડીમાં ઠુઠવાયા હતા. ગરમ કપડાના બજારો પણ રીતસર ઘરાકી નીકળી હતી અને નગરજનોએ ગરમવસ્ત્રોમાં બહાર નિકળવાનું પસંદ કર્યું હતું. 
 જ્યારે અમદાવાદમાં ૧૦.૫ ડિગ્રી ઠંડી નોંધાતા આ દિવસ અમદાવાદ માટે સિઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો હતો. જ્યારે ભૂજમાં ઠંડી સાથે ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું.
પૂર્વીય અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેને કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યનાં કોલ્ડવેવનું મોજું ફરી વળતાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમી પવનોને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં પાંચ શહેરમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.
સમગ્ર રાજ્યમાં ૬.૬ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. જોકે, અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવનોનું જોર ઘટવા છતાં ઠંડીનું પ્રમાણ વર્તાયું હતું. રાજ્યભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે, જેનાથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. જોકે હજુ પણ લોકોને કડકડતી ઠંડીમાંથી છૂટકારો મળે એવા કોઈ અણસાર મળી રહ્યા નથી.

Previous articleસાંઈ કેમ્પસમાં તાલીમ લઈ રહેલાં દિવ્યાંગોને નાઝાભાઈ દ્વારા કીટનું વિતરણ
Next articleરાજય કક્ષાની નેશનલ ઇલેકશન કવીઝ-૨૦૧૭ની સ્પર્ધા ગાંધીનગર ખાતે યોજાઇ