વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ બે એસટી બસ પર પથ્થરમારો

869
bvn1282017-1.jpg

સિહોરથી ભાવનગર અભ્યાસ માટે હજ્જારો વિધાર્થીઓ અને કામદારો રોજ અપડાઉન કરે છે દરેકને સમયસર પોહચવા માટે કોઈ પ્રાઇવેટ વાહનનો સહારો લે છે કોઈ એસટી બસ દ્વારા અપડાઉન કરે છે ખાસ કરીને સમયસર પોહચવા માટે વિધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને એસટી વિભાગના કર્મચારીઓ સાથે રોજ મગજમારી સાથે લમણા જિકમાં ઉતરવું પડે છે આજે ભાવનગર પાલીતાણા એસટી બસ સિહોરથી પસાર થતી વેળાએ ખાખરીયા ગામે પોહચતા ત્યાં અપડાઉન કરતા વિધાર્થી દ્વારા રોકવાની કોશિશ કરી હતી જોકે બસમાં જગ્યા નહીં હોવાથી ચાલકે બસ નહિ રોકતા વિધાર્થી રોષે ભરાઈને બસ પર પથ્થરમારો કરીને પાછળ સાઈડનો કાચ તોડીને નુકશાન કરાયું હતું જોકે ચાલાક દ્વારા જે તે અધિકારીઓ ને જાણ કરીને મામલો પોલીસ મથક સુધી લઈ જવાયો હતો જયારે અન્ય એક બનાવમાં દ્વારકાથી ભાવનગર જતી એસટી બસ પર સિહોર એસટી બસ સ્ટેન્ડમાં આજ રીતે પથ્થરમારો થયો હતો લોકોના ટોળા એકઠા થયા હતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડી દેવાયો હતો જોકે બન્ને ઘટનામાં પોલીસ ફરિયાદ થવા પામી છે.

Previous articleરાજુલા નાગરિક બેંકની ૪૬મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
Next articleપાલિતાણાના દુધાળા ગામે યુવતીની ચોટલી કપાઈ..!