સર ગામના પાટીયા પાસે કાર ભડભડ સળગી ઉઠી

1125
bvn612018-9.jpg

સિહોર તાલુકાના સર અને કાજાવદર ગામ વચાળે ગઈ મોડી રાત્રીના એક ફોર વ્હીલ કાર ભડભડ સળગવાની ઘટના બની હતી મોડી રાત્રીના કાર સળગવાની ઘટનામાં હાલ ટાવેરા કાર નંબર પ્લેટ વગર ની હોઈ તેવું જણાઈ છે કાર ખાળીયામાં ઉતરીને આગ લાગી છે આગની ઘટના થી દુર સુધી જ્વાળા જોવા મળી હતી ઘટનાને લઈ ટ્રાફિક જામ થવા પામ્યો હતો સ્થાનિકો દોડી જઇને ફાયર અને પોલીસ વિભાગને જાણ કરી હતી જોકે ઘટનામાં મહત્વની બાબત કહી શકાય કે કાર સળગવાની ઘટના ટ્રાફિક જામ અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરી હોવા છતાં પણ કલાકો સુધી ડોકાઈ સુધ્ધાં પણ નહીં ત્યારે આ બાબતે લોકો માં રોષ ભભૂક્યો છે અને સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે ટીકા ટિપ્પણી જોવા મળી હતી.

Previous articleઘરફોડ તથા વાહનચોરીના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો
Next articleજમાઈને માર મારવાના ગુન્હામાં સસરા-સાળાને ત્રણ વર્ષની સજા