ઘરફોડ તથા વાહનચોરીના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

726
bvn612018-11.jpg

શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતો શખ્સ ઘરફોડ અને બાઈક ચોરીના ગુન્હામાં ફરાર હોય તેને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મળી  આવેલ બાતમી આધારે ભાવનગર,હાઇકોર્ટ રોડ, કોર્ટ પાસેથી ગંગાજળીયા પો.સ્ટે.ના ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭, ૩૦૮ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી યુનુસ ઉર્ફે ઇનો ઉર્ફે મીણબતી રહિમભાઇ અલ્લારખભાઇ કુરેશી રહે.શેરી નં.૧, હાસલીયા પ્લાસ્ટીક સામે, મોતીતળાવ, કુંભારવાડાવાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ગંગાજળીયા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ. ઇસમની પુછપરછ કરતાં પોતાને ઉપરોકત ગુન્હા સહિત ગોંડલ સીટીમાંથી બાઇકની ચોરી કરવાનાં ગુન્હામાં પણ પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ.
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં જયવિરસિંહ ચુડાસમા, ગુલમહંમદભાઇ કોઠારીયા,સત્યજીતસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleશિક્ષણ વિભાગના સેક્રેટરી યુનિ.ની મુલાકાતે
Next articleસર ગામના પાટીયા પાસે કાર ભડભડ સળગી ઉઠી