૧૫ કિન્નરોએ એક સાથે કર્યા સમુહ લગ્ન, સંવિધાનનો માન્યો આભાર

571

નવી દિલ્હી : રિત રિવાજ સાથે અને વડીલોનાં આશિર્વાદ સાથે લગ્ન કરવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના લગ્ન ધામધુમી થાય. આ સપના સાથે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવારનાં દિવસે ૧૫ કિન્નરોએ લગ્ન કર્યા અને સાત ફેરા લઇને તમામ કિન્નરો વિવાહના બંધનમાં બંધાઇ ગયા. દુલ્હન બનેલ તમામ કિન્નર ૧૫ કિન્નરોએ પુરૂષો સાથે હિંદુ રિત રિવાજ અનુસાર લગ્ન કર્યા.

લગ્નનાં એક દિવસ પહેલા તમામ કિન્નરોની પીઠી, સગાઇ અને સંગીત સેરેમની પણ રાખવામાં આવી. રિપોર્ટ અનુસાર કિન્નરોનાં સમુહન લગ્નનો આ પ્રથમ પ્રસંગ છે. આ અંગે જણાવતા કહ્યું કે, આ ઘણુ વહેલા થઇ જવું જોઇતું હતું, કારણ કે અમારી કિન્નરોની પાસે પોતાની ખુશીઓ અને દુખ વહેંચનારી કોઇ વ્યક્તિ નથી હોતી. કોઇ અમારી તકલીફોને નથી સમજતું.  જો કે ભારતીય કાયદાએ અમને પણ લગ્ન કરવાની આઝાદી આપી છે. તેના માટે ભારતીય સંવિધાનનો આભાર વ્યક્ત કરુ છું. અમે પણ આગળ અમારા જીવન સાથે પસંદ કરવાનો અધિકાર છે. તેનાથી વધારે સારુ શું હોઇ શકે.

અહેવાલ અનુસાર કિન્નકોરાની જાન ઢોલ-નગારા સાથે નાચતી ગાતી આવી. કિન્નરોનાં સમુહ લગ્ન જોવા માટે હજારો લોકો ઉમટી પડ્‌યા હતા. ગત્ત વર્ષે ૨૦૧૮માં સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે સમલૈંગીક સંબંધને બિનકાયદેસર બનાવતી કલમઆઈપીસી કમલ ૩૭૭ને રદ્દ કર દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ સમુદાયને પણ અન્ય નાગરિકોની જેમ રહેવાનો સંપુર્ણ અધિકાર છે. કિન્નરો પણ સામાન્ય નાગરિકની જેમ સામાન્ય રીતે રહી શકે છે.

Previous articleગ્રીન સિટી ગાંધીનગર પણ ગરમીમાં શેકાયું
Next articleરાજૌરીમાં મુસાફરો ભરેલી ગાડી ખીણમાં ખાબકીઃ છ લોકોના મોત