વડોદરાના પૂર્વ મેયરે સલમાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી

885
guj612018-10.jpg

વાલ્મિકી સમાજ માટે કરેલી ટીપ્પણીના મામલે બોલિવુડ અભિનેતા સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ નોંધાઇ છે. અગાઉ કરાયેલી પોલીસ ફરિયાદ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તે બાબતે સાત દિવસમાં અહેવાલ રજૂ કરવા માટે  કોર્ટે આદેશ કર્યો છે.
વડોદરાના માજી મેયર સુનિલ સોલંકીએ ડિસ્ટ્રીક્ટ એન્ડ શ્પેશિયલ જજ એસ.એમ.રાજપૂરોહિતની કોર્ટમાં અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામે આક્ષેપો કરતી ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે, એક થા ટાઇગર ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાને પોતાના ડાન્સ અંગે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવુ નિવેદન કર્યુ હતુ. અને શિલ્પા શેટ્ટીએ પોતે પહેરેલા વસ્ત્રો અંગે વાલ્મિકી સમાજનું અપમાન થાય તેવા શબ્દ પ્રયોગ કર્યા હતા. અને આ ટિપ્પણી શોશ્યલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી. જેને કારણે વાલ્મિકી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે.
આ પહેલા ૨૯ ડિસેમ્બરે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ વડોદરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેથી કોર્ટે ૭ દિવસમાં પોલીસ તપાસનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

Previous articleતોગડિયા, બાબુ જમના સહિત ૯ મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર
Next articleલોકશાહીની રક્ષાકાજે ચૂંટણી બેલેટ પેપરથી કરાવવા માંગ