ગોવામાં ચિત્ર પ્રદર્શન યોજાયું : ગુજરાતના ૩૯ ચિત્રકારો જોડાયા

1442
bvn712018-2.jpg

કલા અકાદમી આર્ટ ગેલેરી-ગોવા ખાતે ભાવનગર સહિત ગુજરાતભરના ૩૯ આર્ટીસ્ટોનું ચિત્ર અને ફોટો પ્રદર્શન આજે ખુલ્લુ મુકાયું હતું. 
આ પ્રદર્શન ગોવાના પોલીસ અધિક્ષક કાર્તિક કશ્યપના હસ્તે ખુલ્લું મુકાયું. આ પ્રદર્શન તા.પ/૬/૭ જાન્યુ. ર૦૧૮ સુધી ચાલશે. ભાવનગરના મોટાભાગના આર્ટીસ્ટો ગોવાની આ આર્ટ ગેલરીમાં પ્રદર્શનો કરી ચુક્યા છે. આ પ્રદર્શનનું આયોજન ભાવનગર કલાસંઘના અજય ચૌહાણ, અશોક પટેલ અને અજય જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આવેલા કશ્યપ સાહેબ જણાવ્યું હતું કે ગુજરાતના આર્ટીસ્ટો અહીં સુધી આવે તે ખુબ સારી વાત છે. પ્રદર્શનની સરાહના કરી હતી. પ્રદર્શનનું સંચાલન મીહીર આસ્તિક કર્યુ હતું.