રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટની અમલવારી શરૂ

677
gandhi812017-1.jpg

ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ(રેરા)ની અમલવારી શરૃ કરી દીધી છે પણ રેરાની એક જોગવાઇને લઇ મુંઝવણ હતી. 
બિલ્ડરે નવા પ્રોજેક્ટના ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યા બાદ હાર્ડ કોપી જમા કરાવવામાં વિલંબ કરે તેવા સંજોગોમાં શું કાર્યવાહી થઇ શકે તે અંગે મુંઝવણ પ્રવર્તતી હતી. રેરાની જોગવાઇ ૩બીને લઇ સ્પષ્ટતા જરૃરી હતી જેથી આખરે રેરા ઓથોરીટીએ સ્પષ્ટતા કરી છે.
રેરાની ૩બીના સબ રેગ્યુલેશન સી મુજબ ઓનલાઇન અરજી કર્યા બાદ હાર્ડકોપી સબમીટ કરવાનો સમય સાત દિવસનો હતો. હવે હાર્ડકોપી સબમીટ કરવામાં સાત દિવસથી બાદનો વિલંબ થશે તેવા સંજોગોમાં પ્રતિદિન રૃ.૧૦૦૦નો દંડ કરવામાં આવશે. તા.૨૪ નવેમ્બર પહેલાની ઓનલાઇન અરજીઓની હાર્ડકોપી ૩૦ નવેમ્બર ૨૦૧૭ પછી રજુ કરવામાં આવશે તો ૧લી ડિસેમ્બર ૨૦૧૭થી પ્રોસેસીંગ ચાર્જ પેટે પ્રતિદિન રૃ.૧ હજાર વસુવાશે.
ઓનલાઇન અરજી કર્યા બાદ હાર્ડકોપીમાં વિલંબ થાય તેવા સંજોગોમાં પ્રોસેસીંગ ચાર્જની રકમ ઓનલાઇન જ ભરવાની રહેશે તેવી સ્પષ્ટતા પરિપત્ર કરી કરાઇ છે.

Previous articleચાઈનીઝ તુકકલ તેમજ દોરી પર પ્રતિબંધ
Next articleત્રણ કેન્દ્રિય પ્રધાનોમાંથી એકે ઘેર જવું પડશે