વણિક જ્ઞાતિ યુવક મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

975
bvn812017-6.jpg

ભાવનગર દશાશ્રીમાળી કંઠીબંધ વણિક જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આજરોજ સ્થાનિક યશવંતરાય નાટ્યગૃહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને તથા ગત વર્ષ દરમ્યાન શૈક્ષણિક ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનારને સન્માનવાનો સમારંભ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી. ત્યારબાદ યુવક મંડળના કાર્યકરો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત, જ્ઞાતિના બાળકો દ્વારા વેશભુષા, તેજસ્વી વિદ્યાર્થીઓને અને રમતગમતના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવક મંડળના પ્રમુખ ભાવેશ ટી. મહેતા, મંત્રી-નિમીષ કોઠારી, સહમંત્રી ભાવેશ શાહ દ્વારા કરેલ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ-ભાવેશ મોદી, ખજાનચી કેતન દોશી, જયંત મોદી, મનોજ શાહ, ઉત્પલ રાઠોડ, હિતેષ પારેખ, રૂપેશ દોશી, નિરવ દોશી, હિમાંશુ જાગાણી, પિન્ટુ શાહ, જતીન મહેતા, જયેશ શાહ, પંકજ કોઠારી, કેતન મહેતા, ધનંજય શાહ, સાહીલ શાહ, પીયુષ વાઘાણી, દર્પન વોરા, કેતન વોરા, અજય ભાલાલા, વિરેન શાહ, કાર્યકરો ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.