અંતિમ રવિવારે આકાશી યુધ્ધની તૈયારી

620
bvn812017-10.jpg

મકરસંક્રાંતિ પર્વ આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે પતંગપર્વ પૂર્વેના અંતિમ રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગપ્રેમીઓએ માંઝો પાવા પતંગ-દોરા સહિતની ખરીદીઓ માટે ભારે ભીડ જમાવી હતી. આવતા રવિવારે ગગન મધ્યે રંગબેરંગી પતંગો છવાશે. આ પતંગ યુધ્ધની તૈયારીઓ હાલ પુરજોશમાં ચાલી રહી છે. શહેરના એ.વી. સ્કુલના ગ્રાઉન્ડમાં દોરા પર માંઝો ચડાવવા સવારથી લઈને મોડીરાત સુધી ભારે ભીડ જોવા મળી હતી.