ચિત્રા સ્વામીનારાયણ મંદિરે ઉદ્દધાટન મહોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહ

801
bvn812017-8.jpg

ભાવેણાના આંગણે અને ભાવનગર પ્રવેશ દ્વારે માર્કેટીંગયાર્ડ સામે વિશાળ નૂતન શિખરબધ્ધ સ્વામીનારાયણ મુખ્ય મંદીરનુ નિર્માણ કાર્ય બે વર્ષથી ચાલે છે. જેમા સંત નિવાસનુ કામ પુર્ણ થતા તેના ઉદ્દધાટન પ્રસંગે મહા મ્હોત્સવ  તા.૦૯/૦૧/૨૦૧૮ થી તા.૧૭/૦૧/૨૦૧૮ દરમ્યાન શ્રીમદ ભાગવત કથા સાથે યોજવામાં આવ્યો છે. જે મહા મહોત્સવ અંગેની ભાગવત કથા નો પ્રારંભ ૯મી ને મંગળવારે રાત્રે ૮ઃ૦૦ કલાકે સ્વામીનારાયણ નગરાના મંદીરેથી પોથીયાત્રા ડી.જે. ના તાલ અને કિર્તનોની રમઝત સાથે વિશાળ હરીભક્તો, સંતો, મહંતોની શોભાયાત્રા થી થશે ભાવનગર ના આંગણે સૌ પ્રથમવાર આટલા મોટા મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે. હે મહોત્સવ દરમિયાન ભાગવત કથાનુ રસયાન કરાવશે. પ્રયોજક અને વક્તા શ્રી.પુ.સ.ગુ.સવામી નિત્ય સવરૂપદાસજી કે જેને સાંભળવા સૌ કોઇ લક્ષ્ય ચેનલના આદી બની ગયા છે. એવા સચોટ,ધર્મ પરાયણ, વક્તાના સવ્મુખે કથા સાંભળવા સમગ્ર જિલ્લાના રહેવાસીઓ, હરીભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામા આવે છે. કથા સમય બપોરના ૩ઃ૦૦ થી ૬ઃ૦૦ અને રાત્રીના ૮ઃ૩૦ થી૧૧ઃ૩૦ રાખવામા આવેલ છે બહારના હરીભક્તો ને ઉતારા વ્ય્વસ્થા તેમજ કથા સાંભળવા પધારતા તમામ હરીભક્તો માટે સાંજના મહા પ્રસાદ સ્વરૂપે ભોજન  વ્યવસ્થા પણ કરવામા આવે છે.
કથા પ્રારંભેથી યાત્રા કથા મંડપે પહોચતા જ રાત્રીના ૧૦ઃ૦૦ કલાકે પુ. એસ.પી.સ્વામી,પુ.કો.શા.સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી-ગઢડા અને ભાવેણાના યુવરાજ જય વિજયરાજસિંહજી ગોહીલ (ગોહીલવાડ સ્ટેટ) ના વરદ હસ્તે દિપ પ્રાગ્ટ્ય બાદ કથા પ્રારંભ થશે. કથા દરમ્યાન ૧૩મી ને શનિવારે રામ જન્મોત્સવ, ૧૪મી ને રવિવારે કૃષ્ણ જન્મોત્સવ, ૧૬મી ને મંગળવારે ગોવર્ધનપુજા-અન્નકુટોત્સવ, ૧૭મી ને બુધવારે રૂક્ષ્મણી વિવાહ તેમજ ૧૪ અને ૧૫ ના રવિ અને સોમ દરમ્યાન મહાયજ્ઞનુ આયોજન કરવામા અવ્યુ છે. સંત આશ્રમનુ શુભ ઉદ્દ્‌ધાટન ૧૭ મી જ્ને બુધવારે ૪ઃ૦ કલાકે પ.પુ.૧૦૮ ભાવિ આચાર્ય હરીભક્તોના લાડલા નાગેંદ્રપ્રસાદજી મહારાજ (વડતાલ) તથા વેષ્ણવાચાર્ય પ.પુ.ગૌસ્વામી ૧૦૮ આનંદબાવા (ભાવનગર) તથા નેક નામદાર મહારાજ રાઓલ વિજયરાજસિંહજીના વરદ હસ્તે રાખવામા આવેલ છે.

Previous articleઅંતિમ રવિવારે આકાશી યુધ્ધની તૈયારી
Next articleગંગાજળીયા તળાવને કાંકરીયા જેવું બનાવવા નિર્માણ કાર્ય હાથ ધર્યુ