ગુસ્તાખી માફ

728
smiley.jpg

ડોશી મરી નહીં ને જમ ઘર ભાળી ગયા જેવો ભાજપનો ઘાટ 

ભાજપના શિસ્તના લીરા ઉડી ગયા એવા ઘટનાક્રમમાં મુખ્ય બાબત એ ખુલીને આવી કે ડોશી મરે નહી પણ ઘર જમ ભાળી ગયા એવો ગમે ત્યારે મૃત્યુ દસ્તક દે એટલે કે હંમેશા સાવધાન રહેવા જેવો ઘાટ ભાજપનો થયો છે. 
પહેલાં એપિસોડ નીતિન પટેલનો જેને ખુબ ગંભીરતાથી ન લીધો હોત તો પરિણામ ખરાબ જરૂર આવત પરંતુ તે માંગણી સ્વિકારવાની સાથે જ બુજાએલી આગમાં ફૂંક મારવા સમાન થયું. તુષ્ટીકરણની રાજનીતિ નહીં કરતાં હોવાનું કહેતા ભાજપે પ્રથમ પાટીદારો સામે ઝુકવું પડયું અને ત્યારબાદ કોળી સમાજ સામે ઝુકવાનો વારો આવ્યો. આ ઉપરાંત અન્યાય થયેલા વિસ્તારોને ખાનગીમાં ડેમેજ કંટ્રોલના ભાગરૂપે બીજા વિસ્તરણની ખાત્રી અને કંઈક સારુ કરીશું તેવી હૈયા ધારણા આપવી પડી જેથી પાછળથી બાબુભાઈએ સમાચાર ખોટા હોવાનો દાવો કર્યો તો રાજેન્દ્ર ત્રિવેદીએ ફરિયાદ કરી પોતાને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. જયારે જેઠાભાઈને થોડીક વધુ અસર થઈ અને નિવૃત્તિ સુધીનો રાગ આલાપ્યો પરંતુ આવા તો અનેક ફાંટા હજી ઘુઘવાયેલા રહેલા છે. જે ગમે ત્યારે પ્રકાશમાં આવશે કારણ કહેવાતા હાઈ કમાન્ડની  વ્હાલ-દવાલાની નીતિ સાથે શરમ તુટી ગઈ છે અને ત્યાં સુધી સત્ય કડવું લોકો બોલવા લાગ્યા છે કે આ સંન્યાસ આશ્રમ નથી કે ત્યાગનું ભાષણ ખુરશી પર બેસી કરનારાનું માનવામાં આવે. ખુરશી નથી મળી તે કંઈ કહે તો ઠીક પરંતુ ૧૦૦ ચુહા બાદની ફિલોસોફી કોને ઉતરે વળી પાર્ટીની પાતળી બહુમતીથી આ પ્રક્રિયા વધુ વેગવાન બની છે. હવે આગળ જોઈશું શું થાય છે !!
પોડા થીયેરી દ્વારા કોંગ્રેસના રાહુલે પોતાની પરિપકવતા દ્વારા ભાજપની ઉંઘ હરામ કરી 

ગુજરાતમાં સામાન્ય રીતે પ્રથમથી બે મુખ્ય પાર્ટીઓનું પ્રભુત્વ રહેલું છે. તેમાંય ભાજપ-કોંગ્રેસ બે મહત્વના પક્ષો ગુજરાતમાં રહ્યા છે. જેમાં માધવસિંહ સોલંકીએ જો કે માધવસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર તે ઈન્દિરા ગાંધીએ આપેલી થિયરી હતી જે ખાસ સફળ થઈ હતી અને આજ સુધી સૌથી વધુ બેન્કોનો રેકર્ડવાળી રહી હતી. 
ત્યારબાદ ભાજપે રામમંદિરના નામે રથયાત્રાઓ અને ઝનુન લાવી ગુજરાતની પ્રજા પાસેથી નાણાં પણ ઘણા ભેગા કરી એક હિન્દેત્વ અને કરફયુમુકત ગુજરાત દ્વારા હિન્દુમતોનું ધ્રુવીકરણ કરવામાં સફળ રહી જેમાં ઓબીસી તથા એસ.સી. મતો પોતાનામાં ભેળવ્યા અને ખાસી સફળતાં મેળવી ત્યારબાદ આ વખતની વિધાનસભાની ચૂંટણી દ્વારા એક વખતે પપ્પુ કહી ભાજપે જેની ક્ષમતા ઓછી આંકી હતી તે રાહુલ ગાંધીએ નવી એક ધ્રુવીકરણ થીયરી પાટીદાર, ઓબીસી, દલિત, આદિવાસીની પોડા થિયરી દ્વારા ભાજપને પરસેવો લાવી દીધો અને સફળ રહી પોતાની વોટબેંક લગભગ પાછી મેળવી લીધી એટલે અડધું ગાંધીનગર લગભગ આંચકી લીધુ. ૭ જિલ્લામાં ભાજપને શૂન્ય સુધી પહોંચાડી ભાજપ માટે એક મોટો પડકાર ઉભો કરી દીધો છે અને આવનારા સંજોગોમાં સંપૂર્ણ સત્તા મેળવ્યા બાદ ફરી વધુ મુશ્કેલી સર્જવા તૈયાર થઈ રહયા છે. 
જેવા સાથે તેવા ના નાતે ભાજપની સામે પાટીદાર મતો પર કોંગ્રેસની નજર 

ભાજપના પરંપરાગત વોટ પર હવે કોંગ્રેસની નજર પડી છે એટલું જ નહીં ભાજપ પોતાના આ મત બેંકને કયાં કયાં સાચવવામાં પાછી પડી છે તેની નબળાઈને આગળ કરી કોંગ્રેસે આ બેંકમાં ગાબડું પાડયું છે. જેના સારા પરિણામો આવતાં હવે તેની નજર આ મતબેંકને અંકે કરવામાં વધુ પ્રગતિ કરી રહ્યું છે. 
નીતિનભાઈ એ કરેલાં એપિસોડમાં પાટીદાર વોટબેંકમાં વધુ ગાબડું પડે તે પહેલાં ભાજપ હાઈકમાન્ડે વાતને વાળી જરૂર લીધી કારણ કે કેશુભાઈ અને આનંદીબેનના પ્રશ્નો પણ બહાર આવવા લાગ્યા હતા. પરંતુ પુરષોત્તમભાઈ સોલંકીને વધુ મહત્વ આપ્યા વગર સરળતાથી પતાવી પ્રશ્ન ઉકેલ્યો અને તેને મહત્વ ઓછું આપતાંની સાથે જ કોંગ્રેસે પણ પોતાની વ્યુહ રચનામાં જરૂરી ફેરફારો કરી કોળી સમાજના નેતાને બદલે પાટીદાર એવા પરેશ ધાણાની પર પોતાની પસંદગી ઉતારી ફરી એકવાર પાટીદાર મતબેંક સામે ભાજપને ચેલેન્જ ઉભી કરી છે. 
પરેશ ઉગ્રવાદી કહી શકાય તેટલા પ્રમાણમાં ઉત્સાહી હોવાથી વિધાનસભાથી લઈને બધે ભાજપને માટે પડકાર ઉભો કરી શકે તેમ છે અને વિરોધપક્ષમાં ભાજપની હતી તેવી જ આક્રમકતા લાવી શકે તેમ છે. વળી શંકરસિંહની જેમ નલીયા કાંડ જેવા પ્રશ્ને દબાવવામાં કે સમાધાન કરી શકે નહીં જે ભાજપ માટે પડકાર બનશે. વળી તેની સામે કોઈ જો હુકમી થશે તો પાટીદાર વોટબેંક પર ચહલ થયા વગર રહેશે નહીં આમ કોંગ્રેસ પણ હવે રણનીતિ ઘડી ભાજપનો સામનો કરશે ફૂટેલા વિરોધપક્ષનો જમાનો ગયો!!

Previous articleઉત્તરાયણ સુધી ચાલશે : રાજ્યપાલ, મુખ્યમંત્રીના હસ્તે આ ફેસ્ટિવલનું ઉદ્‌ઘાટન કરાયું
Next articleશ્લોક ફાઉન્ડેશન દ્વારા નોટબુક, પેન્સીલનું વિતરણ