વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું પાટી માણસા ગામે સન્માન

717
guj912018-2.jpg

જાફરાબાદના પાટી માણસા ગામે જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂએ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને વિરોધ પક્ષના નેતા ઘોષિત થતા તેમનું સન્માન તેમજ ગામ લોકો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો.
ગુજરાત રાજ્ય સરકારમાં વિરોધ પક્ષના નેતા તરીકે અમરેલીના ધારાસભ્યને બિનહરીફ ઘોષિત કરતા અમરેલી જિલ્લામાં ઠેર-ઠેર સન્માન અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો. જેમાં બાંધકામ સમિતિના જિલ્લા ચેરમેન ટીકુભાઈ વરૂ, રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ દ્વારા દબદબાભર્યુ સન્માન કરેલ અને જાફરાબાદના પાટી માણસા ગામે ફટાકડા ફોડી ઉત્સવ મનાવતા ગામ લોકો તથા પરેશભાઈનુ સન્માન કરેલ. પાટી માણસાના મનોજભાઈ વરૂ, દિગ્વિજયભાઈ વરૂ, રમેશભાઈ ડાભી, અરજણભાઈ જોગદીયા, મનાભાઈ સાંખટ, મહેન્દ્રભાઈ ખુમાણ, નાનજીભાઈ પરમાર, દુલાભાઈ શેખડા, રવજીભાઈ પરમાર અને પૃથ્વીરાજભાઈ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉત્સવ મનાવેલ.

Previous articleઉત્તરાયણમાં તલ-સીંગની ચીકી સાથે લોકો માણી શકશે ફ્લેવર્ડ ચીકીની જયાફત
Next articleવંશાવલી સંરક્ષણ સંસ્થાના અધ્યક્ષનું શિરોહીમાં સન્માન