વંશાવલી સંરક્ષણ સંસ્થાના અધ્યક્ષનું શિરોહીમાં સન્માન

792
bvn912018-3.jpg

અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રસિંહ બોરાજ (બારોટ)નું શિરોહી મહારાજ રઘુવિરસિંહ વાળા દ્વારા સન્માન કરાયું હતું. ફેબ્રુઆરીમાં ગુજરાતભરમાં દબદબાભર્યુ સન્માનની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.
વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના મહેન્દ્રસિંહ બોરાજનું ગઈકાલે શિરોહીમાં મહારાજ રઘુવિરસિંહ દ્વારા દબદબાભર્યુ સન્માન કરાયું સાથે સુખદેવજી તેમજ શિરોહીના હીરાજી દ્વારા સમસ્ત કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રસિંહ શિરોહીના મહારાજ રઘુવિરસિંહ સાથે કહેલ કે ૩૬ શાખાના રાજપૂતો જેમાં કાઠી રાજપુતો સહિતને બારોટ સમાજ સાથે કૌટુમ્બીક નાતો રહ્યો છે. બારોટ સમાજે ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે ધર્મના ધિંગાણા કરી ૩૦, ૩૦ માઈલ સુધી માથા વગરના ધડ લડ્યા છે. રામબાપુ બારોટના જે ગાયોની રક્ષા માટે સરમણ ખુમાણ ઉર્ફે મેરામબાપુ ખુમાણ સાથે સરંભડામાં પાળીયા સાક્ષી પુરે છે. આખાય ગુજરાતનું તાલુકા-જિલ્લાનું સંગઠન કરી આખી ફાઈલ મહેન્દ્રસિંહને સોંપવી તેવો નિર્ધાર ભાવનગર બારોટ સમાજના ગોપાલભાઈ સોઢા, અરૂણભાઈ રેણુકાથી લઈ પોરબંદર-કચ્છના રાજુભાઈથી લઈ રાજુલા બારોટ સમાજ સાથે અમરેલી, રાજકોટ, જુનાગઢ, જામનગર સુધીના બારોટ સમાજનું સંમેલન મળશે તેવો નિર્ધાર કરાયો હતો.