સરવૈયા પરિવાર દ્વારા ગરીબોને ધાબળા અને સાડીનું વિતરણ કરાયું

719
guj912018-3.jpg

રાજુલાના પથ્થર ઉદ્યોગ સાથે સંકળાયેલા અને સામાજીક કાર્યોમાં સદા અગ્રેસર રહિને નાનામાં નાના માણસ તેમજ ગરીબ પરિવાર અને શ્રમજીવીઓની સાથે રહિને કામ કરતા એવા સેવાભાવી દિનેશભાઈ સરવૈયાનું પોતાની પથ્થરની ખાણમાં ગત તા. ૭-૧ના રોજ આકસ્મીક મૃત્યુ થયું હતું ત્યારે તેનો પરિવાર પણ સ્વ. દિનેશભાઈની કાર્યપધ્ધતિથી સેવાકીય પધ્ધતિ કરતો આવે છે.
ગઈકાલે સ્વ. દિનેશભાઈ સરવૈયાની બિજી પુણ્યતિથી નિમિત્તે સરવૈયા પરિવાર દ્વારા સદભાવના ગૃપના સાથ સહકારથી નવકારે બ્લડ બેન્ક મહુવાના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૦૧ બોટલ લોહિ એકત્રીત થયું હતું અને રકતદાતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતાં આ સાથે સાગરભાઈ સહિત પરિવારની બહેનો દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં જઈને ધાબળા તેમજ સાડી વિતરણ કરાઈ હતી. આ તકે ધારાસભ્ય અમરીશભાઈ ડેર, રવુભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ પટેલ, વલ્કુભાઈ બોસ, ડો. હડિયા, સમીરભાઈ કનોજીયા, મહેન્દ્ર ધાખડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. નોંધનીય છે કે સરવૈયા પરિવાર જન્મદિવ્સ પણ દિવ્યાંગ બાળકોની શાળામાં જઈને ઉજવણી કરીને સમાજને એક નવો રાહ ચીંધ્યો હતો. 

Previous articleવંશાવલી સંરક્ષણ સંસ્થાના અધ્યક્ષનું શિરોહીમાં સન્માન
Next articleધંધુકાના તગડી રેલ્વે ફાટક પાસેથી ઈંગ્લીશ દારૂ લઈ જતા કાર ઝડપાઈ