ધંધુકાના તગડી રેલ્વે ફાટક પાસેથી ઈંગ્લીશ દારૂ લઈ જતા કાર ઝડપાઈ

1679
guj912018-1.jpg

ધોળકા પો.સ્ટે.ના પો.ઈન્સ. જે.એમ.ચુડાસમા માર્ગદર્શન હેઠળ પોસઈ આર.બી.રાણા તથા એ.એસ.આઈ. હાર્દિકભાઈ તથા સ્ટાફના પ્રદિપસિંહ, નિકેતકુમાર, કુલદિપસિંહ, પ્રદ્યુયમનસિંહ, કલ્પેશભાઈ, પરાક્રમસિંહ નાઈટ રા.ન્ડત થા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આર.બી.રાણાને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ભાવનગર તરફથી એક સફેદ કલરની ફોર્ડ ફીએસ્ટા નં. જી.જે.૦પ સી.જી. ૬૦૪ર વાળી ગાડીની ડેકીમાં પર પ્રાંતીય ઈંગ્લીશ દારૂની બોટલો ભરી નિકળેલ છે અને તે વાયા બરવાળા ધંધુકા થઈ પાણસીણા ગામે જનાર છે જે બાતમી હકિકત આધારે તગડી ગામે ફાટક પાસે વોંચમાં રહેતા હકિકત વાળી ફોર્ડ ફીયાસ્ટા ગાડી મળી આવતા આરોપી, હિતેષભાઈ અજુભાઈ રવોદરા રહે. પાણસીણા તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર ફોર્ડ ફીએસ્ટા ગાડી વગર પાસ પરમીટે ગેર કાયદેસર રીતે ડીલફીન ડીલક્ષ વ્હસકીની બોટલ નંગ-૩ર કિંમત રૂા. ૧૬૦૦૦/- તથા બે મોબાઈલ ફોન કિ. રૂા. ૧પ૦૦/- તથા ફોર્ડ ફીએસ્ટા ગાડી કિંમત રૂા. ર,૦૦,૦૦૦/- મળીક ુલ રૂા. ર,૧૭,પ૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા બન્ને ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધંધુકા પો.સ્ટે.માં પ્રોહી. એકટનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ અને અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. 

Previous articleસરવૈયા પરિવાર દ્વારા ગરીબોને ધાબળા અને સાડીનું વિતરણ કરાયું
Next articleસુરકા પ્રા.શાળામાં આરોગ્ય તપાસ કાર્યક્રમ