પ્રોહિબીશનના ગુન્હામાં ફરાર ભારોલીના શખ્સને ઝડપ્યો

725
bvn912018-14.jpg

ઘોઘા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુન્હામાં ફરાર ભારોલી ગામના શખ્સને એસઓજી ટીમે મામસા પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. રાજ્દીપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપી હરદેવસિંહ રણજીતસિંહ ગોહિલ રહે. ભારોલી તા. તળાજાવાળાને મામસા બસ સ્ટેશન પાસેથી પકડી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ છે. 
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર  તથા હેડ કોન્સ. પંકજભાઇ મકવાણા તથા ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous articleછાયા અને ગરીબપરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૮.૪૦ ટકા જેવું ઉંચુ મતદાન
Next articleરામાનંદ સ્વામીજીની શોભાયાત્રા