બી.જે. મેડિકલ વિવાદમાં ગૃહમંત્રીને આવેદન અપાયુ

726
gandhi1012018-2.jpg

ગાંધીનગર ખાતે બી. જે. મેડિકલના વિવાદને લઈને દલિત સમાજના જાગૃત નાગરિકો દ્વારા આજે ગૃહમંત્રીને એક આવેદનપત્ર અપાયું હતું. જેમના જણાવ્યા અનુસાર બી. જે. મેડિકલ કોલેજમાં એમ.એસ. નો અભ્યાસ કરી રહેલા ડૉ. મરીરાજે જાતિવાદનો ભોગ બનવાને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. 
ડૉ. મરીરાજ તમિલનાડુના વતની છે એમના પિતા હયાત નથી વિધવા માતા તમિલનાડુમાં જ છે. ડૉ. મરીરાજ હાલ બી. જે. મેડિકલ કોલેજમાં સર્જરીમાં પી.જી. કરી રહ્યા છે. પરંતુ દલિત હોવાના કારણે લાંબા સમયથી એમને જાતિગત ભેદભાવનો ભોગ બનવું પડતું અુનાથી ત્રસ્ત થઈ શુક્રવારે એમણે ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. નિયમ મુજબ ડીન એમના ગાર્ડીયન હોવા જોઈએ એની જગ્યાએ એમને બિન વારસી તરીકે એડમીટ કરવામાં આવ્યા છે. 
હોસ્પિટલ તરફથી એમના માટે ખોરાકની વ્યવસ્થા પણ નથી કરવામાં આવતી અત્યારે આપણે ડીજીટલ ઈન્ડિયાની વાતો કરીએ છીએ ત્યારે આંચકો લાગે એવી વાત છે જે ડોકટરને આપણે ભગવાનનું બીજું રૂપ માનીએ છીએ જેને આપણે હાઈલી એજયુકેટેડ માનીએ છીએ એવા ડોકટર હજી પણ વર્ષો જુની હલ્કી માનસિકતા ધરાવી પોતાના સાથીને એટલી હદે અપમાનિત કરે કે એણે આત્મહત્યાનો રસ્તો અપનાવવો પડે અને આવા લોકોને સજા કરાવવાની જગ્યાએ એમને છાવરવામાં આવે છે.
ત્યારે દલિત સમાજના જાગૃત નાગરિકો હોવાના કારણે ડો મરીરાજની માંગણીઓ આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ એ ચોવિસ કલાકમાં પૂર્ણ કરી ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેકના સુત્રને યથાર્થ સાબિત કરવા નમ્ર વિનંતી કરેલ છે.

Previous articleધાનેરા નજીક ખીમંત ગામ પાસે ડમ્પરની અડફેટે જીપનો કચ્ચરઘાણ : ત્રણનાં મોત
Next articleમનપા દ્વારા સ્વચ્છતા કાર્યક્રમની ઉજવણી અને આનંદનો ગરબો