ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા

1063

દેશની ક્રિકેટ ટીમમાં રમતા અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા તથા પિતા અનિરુદ્ધ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. આજે એક સમારંભમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા.

આજે રાજકોટનાં કાલાવાડ ખાતે લોકસભાનાં ઉમેદવાર મૂળુ કંદોરિયાનાં સમર્થનમાં યોજાયેલ સભામાં નયનાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં. જ્યાં તેમને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા અને ધારાસભ્ય હકુભા જાડેજાની હાજરીમાં રિવાબાએ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.

શહેર ભાજપના હોદ્દેદારોએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. ત્યારે રિવાબાએ જણાવ્યું હતું કે, તેઓ જનસંઘથી ભાજપ સુધીની યાત્રાની વૈચારિક પધ્ધતિથી પ્રભાવિત થઇને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. કોઇ રાજકીય અપેક્ષા ન હોવાનું કહીને માત્ર કાર્યકર તરીકે જોડાઇ રહ્યા હોવાનું કહ્યું હતું.

Previous articleહરામજાદા કે હરામખોર શબ્દ પ્રયોગથી આચાર સંહિતાનો ભંગ થતો નથી
Next articleઅમિત શાહના કલોલ રોડ શોમાં લોકો ઉમટી પડ્યા