સાણોદર ગામે પશુપાલન શિબિર યોજાઈ

1340
bvn1012018-1.jpg

ઘોઘા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર સાણોદર ગામે ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર)ના અધ્યક્ષસ્થાને યોજાયો. જેમાં ઘોઘા તાલુકા ટીડીઓ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ, નાયબ પશુપાલન નિયામક ડો.એમ.આર. વોહરા તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ અને છગનભાઈ ડાભી, કોંગ્રેસ આગેવાન મહેન્દ્રસિંહ ગોહિલ, પશુ ચિકિત્સક અધિકારી ડો.એચ.એન. શૂદાની, ડો.કે.એચ. બારૈયા અને ડો.વી.વી. ભૂત, નાયબ ટીડીઓ રાજભા, સરપંચો, દૂધ સહકારી મંડળીના પ્રમુખે પશુપાલકો ઉપસ્થિત રહ્યાં. પશુપાલકોને જુદી જુદી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.