ચોરીના ગુન્હામાં ચાર વર્ષથી ફરાર શખ્સને ઝડપી લીધો

624
bvn1012018-3.jpg

પાલીતાણા ખાતે રહેતા શખ્સ પર સુરતના ઉમરા પોલીસ મથકમાં ચોરીનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હોમાં ચાર વર્ષથી ફરાર હોય એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
એલસીબી સ્ટાફના માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલા ગુન્હાઓને શકદારોની પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પાલીતાણા, ભૈરવનાથ ચોકમાં આવતા પો.કો. જીતેન્દ્રસિંહ વજુભા ઝાલાને બાતમી રાહે હકિકત મળેલ કે, સુરત શહેર, ઉમરા પો.સ્ટે. ઈ.પી.કો. કલમ-૩૭૯ વિગેરે મુજબના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી મુન્નાભાઈ ચીથરભાઈ રહે.ભીલવાડા, પાલીતાણાવાળા ભીલવાડાના નાકે ઉભેલ છે. તે બાતમી આધારે જગ્યાએ આવતા મુન્નાભાઈ પરમાર મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને પાલીતાણા ટાઉન પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે અને તેને સુરત શહેર, ઉમરા પોલીસમાં સોંપી આપવાની તજવીજ હાથ ધરેલ. આ કામગીરીમાં એલસીબીના પો.ઈન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ. ઈન્સ. એન.જી. જાડેજા તથા એલસીબી સ્ટાફના પૃથ્વીરાજસિંહ ગોહિલ, અજયસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ ઝાલા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleકુદરતી પધ્ધતિથી બનાવેલ તુવેરદાળ લોકપ્રિય બની
Next articleમારમારીના ગુન્હામાં ૪ વર્ષથી ફરાર આરોપી ગોપાલ ઝડપાયો