મારમારીના ગુન્હામાં ૪ વર્ષથી ફરાર આરોપી ગોપાલ ઝડપાયો

692
bvn1012018-4.jpg

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ગઇકાલ રાતનાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પો.સ્ટે.નાં મારમારીનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી ગોપાલ મનજીભાઇ મકવાણા રહે.અવાણીયા તા.ઘોઘા હાલ-નાના વરાછા,સુરતવાળો અત્યારે ભાવનગર, એસ.ટી. સ્ટેન્ડમાં પ્લેટફોર્મ સામે આવેલ વંડી પાસે મેદાનમાં બસની વાટ જોઇને બેઠો છે.તે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નિલમબાગ પો.સ્ટે. ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી ગોપાલ મનજીભાઇ મકવાણા ઉ.વ.૩૨ મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે. મજકુર ઇસમની પુછપરછ કરતાં પોતાને ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ. આમ, ભાવનગર શહેર, નિલમબાગ પોલીસ સ્ટેશનનાં મારામારીનાં ગુન્હામાં છેલ્લાં ચારેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી. બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં હર્ષદભાઇ ગોહિલ, શિવરાજસિંહ સરવૈયા, પરાક્રમસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, તરૂણભાઇ નાંદવા, કેવલભાઇ સાંગા, સત્યજીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleચોરીના ગુન્હામાં ચાર વર્ષથી ફરાર શખ્સને ઝડપી લીધો
Next articleજ્વેલ્સ સર્કલથી નિલમબાગ તરફનો રોડ તોબા-તોબા..!!