મલ્ટીમિડીયા ક્વિઝ કોન્ટેસ્ટમાં સ્વામિનારાયણ ગુરૂકુળ વિજેતા

845
bhav11-1-2018-2.jpg

વિદ્યાઉત્તેજક મંડળ સંચાલિત દોલત અનંત વળીયા હાઈસ્કુલ ખાતે છેલ્લા ૩ વર્ષથી અલગ-અલગ સ્પર્ધા-ઈવેન્ટનું સુંદર આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જુદી-જુદી સ્પર્ધા ભાવનગર શહેરકક્ષાએ યોજાય છે. જેમાં શહેરની શાળાઓ ભાગ લઈ રનીંગ શિલ્ડ ઉપસ્થિત રહે છે.
આ વર્ષે મલ્ટી મિડીયા ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન શહેરની ર૭ શાળાઓ વચ્ચે યોજવામાં આવ્યું હતું. દરેક શાળાના ર-ર વિદ્યાર્થીઓ હાજર રહી સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. જેમાં પ્રથમ ૬ સ્કુલ ક્વિઝના ફાઈનલ રાઉન્ડમાં જોડાઈ છે. ત્રણ વર્ષમાં વર્ષ-ર૦૧પમાં મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય, ર૦૧૬ દોલત અનંત વળીયા અને ર૦૧૭માં બી.એમ. કોમર્સ હાઈસ્કુલ વિજેતા જાહેર કરેલ તથા ર૦૧૮માં સ્વામિનારાયણ વિદ્યાલય, વિશુધ્ધાનંદ સહિતની શાળાઓ સ્પર્ધામાં હતી જે પૈકી સ્વામિનારાયણ વિદ્યાલય વિજેતા જાહેર થતા શહેરના ઉદ્યોગપતિ દેવેનભાઈ શેઠના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

Previous article ઘાંઘળી નજીક રેતી ભરેલા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા મોત
Next article અનંતવાડીના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત