રેફ્રિજેશન અને કોલ્ડ ચેઈન ઉદ્યોગના આ.રા. પ્રદર્શનની રેફકોલ્ડ ઈન્ડિયા યજમાની કરશે

755
guj11-1-2018-5.jpg

કોલ્ડ અને રેફ્રિજરેશન ઉદ્યોગમાં વ્યાપક તકો અને વૃધ્ધિના સંદર્ભમાં રેફ્રિજરેશન કોલ્ડ ચેઈન ઉદ્યોગનું ઈન્ટરનેશનલ પ્રદર્શન અને કોન્ફરન્સ ગુજરાતમાં ગાંધીનગરના  મહાત્મા મંદીર કન્વેન્શન  અને એકઝિબિશન સેન્ટર ખાતે ૨૨ થી ૨૪ નવેમ્બર, ૨૦૧૮ દરમ્યાન  યોજાઈ રહ્યું છે. ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ  અને પોર્ટસ, શિપિંગ અને ફાર્મા કંપનીઓને સર્વિસીસ આપતાં એકમો તથા કોલ્ડ સ્ટોરેજ માલિકો માટે આ પ્રદર્શન  મહત્વનું બની રહેશે.
આજે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદમાં આઈએસએચઆરએઈ નેશનલ પ્રેસીડેન્ટ વિશાલ કપૂર, ચેરમેન રેફકોલ્ડ ઈન્ડીયા, પંકજ ધારકર અને નુર્નબર્ગમેસે ઈન્ડીયા પ્રા. લિમિટેડના ચેરપર્સન અને એમડી સોનીયા પરાશર તથા અન્યની  હાજરીમાં આ સમારંભની પ્રથમ એડીશન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. રેફકોલ્ડ ઈન્ડીયાના ચેરમેન પંકજ ધારકરે કહ્યું કે ” આ કોન્ફરન્સમાં ઉદ્યોગનાં વિવિધ દેશોનાં મોટાં ઈન્ટરનેશનલ ડેલીગેશન્સ હાજરી આપશે.એકંદરે ૩૦૦ જેટલા એકઝિબિટર્સ પોતાની ક્ષમતા પ્રદર્શિત કરશે.
” ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધારવાથી માંડીને સંગ્રહ અને પરિવહન  ક્ષેત્રે  ધ્યાન કેન્દ્રિત થવાને કારણે  કોલ્ડ ચેઈન ઉદ્યોગ  ભારતમાં વધુ ઝડપી ગતિથી વિકસી રહ્યો છે. રેફ્રિજરેટેડ સ્ટોરેજ અને રેફ્રિજરેટેડ પરિવહનને કારણે આ ઉદ્યોગ હવે ભારતમાં સપ્લાય ચેઈન ઉદ્યોગનો મહત્વનો હિસ્સો બની રહ્યો છે.બગાડ ઘટાડવાની વધતી જરૂરિયાતના સંદર્ભમાં માળખાગત સુવિધાઓની વધતી જરૂરિયાતને કારણે આ ઉદ્યોગ ભારતમાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ દરમ્યાન ૧૯ ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દર સાથે વિકાસ પામશે તેવો અંદાજ છે.” 

Previous article જાફરાબાદ તાલુકા પંચાયતની સામાન્ય સભા, કારોબારી મળી
Next article અંબાજી : કાર ચાલકે પોલીસકર્મી પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો