જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાની તેમજ તાલુકા પંચાયત કારોબારી સમિતિની અગત્યની બે બેઠકોના આયોજનમાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, તાલુકા વિકાસ અધિકારી બી.ડી. ગોહિલ, તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા, ચેરમેન વાઘેલાની હાજરી રહેલ. જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે આ વર્ષની સામાન્ય સભાનું અગત્યનું આયોજન સાથે તાલુકા પંચાયત કારોબારી સમિતિની પણ અગત્યની બેઠક યોજાઈ. જેમાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, તાલુકા વિકાસ અધિકારી બી.ડી. ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, કારોબારી ચેરમેન છગનભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ. જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી તેમજ આ વર્ષની સામાન્ય સભાના અધ્યક્ષ કરણભાઈ બારૈયા તેમજ નવનિયુક્ત ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની ખાસ ઉપસ્થિતિ રહેલ તેમજ જિલ્લા પંચાયતના કડવીબહેન પુનાભાઈ ભીલ, શિક્ષક અધિકારી એચ.ડી. વાઢેર, ટીપીઓ કે.પી. વાઢેર, મગનભાઈ મંગળાભાઈ જોગદીયા, ન્યાય સમિતિ ચેરમેન, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રખમાઈબહેન ભીમાભાઈ કવાડ તેમજ તાલુકા પંચાયતના તમામ સદસ્યો તેમજ તાલુકા કચેરીનો તમામ સ્ટાફ હાજર રહેલ તેમજ આ સામાન્ય સભામાં થયેલ ઠરાવો જેમાં ર૦૧૮-૧૯ના વર્ષના બજેટને જિલ્લા પંચાયત અમરેલીમાં અવલોકન માટે મોકલવાનો ઠરાવવામાં આવ્યું તેમજ તાલુકા કચેરીમાં ખાસ જરૂરીયાતના બે કોમ્પ્યુટર ખરીદવાનું ઠરાવ કરવામાં આવ્યો. તાલુકા વિકાસ અધિકારી બી.ડી. ગોહિલે આવતા મહિને આયોજનની ખાસ બેઠક હોય તે બાબતે તાલુકાના તમામ સદસ્યોને વિકાસના કામ માટે સુચનો આપવા જણાવાયું હતું.