ધ્રુપકા ગામની પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા

1531
bvn1282017-18.jpg

સિહોર તાલુકાના ધ્રુપકા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બે ત્રણ દરવાજાના તાળા તોડીને ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે અગાઉ સિહોર અને પંથકમાં અનેક ચોરીઓની ઘટના બની છે અનેક ફરિયાદો થઈ છે તો અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ પણ નથી તસ્કરો સિહોર અને પંથકને જાણે રેઢું પડ ભાળી ગયા હોય એમ એક પછી એક ચોરીની ઘટનાઓ બનવા પામી છે અને પોલીસ તંત્રનું જાણે અસ્તિત્વ જ ન રહ્યું હોય તેમ તસ્કરો પણ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે સિહોરના ધ્રુપકા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઘૂસીને બે જેટલા રૂમોના નકૂચા સાથે તાળા તોડીને કોમ્યુટરની અને પીસીની ચોરી કરી કેટલીક ચીજવસ્તુની તોડફોડ પણ કરવામાં આવી છે અને કેટલીક શૈક્ષણિક ચોપડી, ચીજ વસ્તુની વેરવિખેર કરીને ફરાર થઈ ગયા હતા ત્યારે આ ઘટનામાં ભારે ચકચાર મચી છે પોલીસ કાફલો પણ દોડી જઇને કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleખસ રોડ પર ઘોડીપાસાનો જુગાર રમતા ૧૦ ઝડપાયા
Next articleખેતપેદાશો પર જીએસટી તથા પાક વિમા સહિતના પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદન