ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. દેશની હાઈપ્રોફાઈલ ગણાતી એવી ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે આજે પરિવાર સાથે નારણપુરાની નિષ્કલ સ્કૂલમાં મતદાન કર્યું હતું. ત્યારબાદ અમિત શાહ પત્ની સોનલ શાહ, પુત્ર-પુત્રવધુ અને પૌત્રી સાથે અકુંરમાં આવેલા કામેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. શાહ ૧૦ મિનિટ સુધી મંદિરમાં રોકાયા હતા.


















