દેવગાણા ખાતે સિહોર તાલુકાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થશે

1416
BVN16162018-2.jpg

સિહોર તાલુકામાં આગામી ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૮ પ્રજાસત્તાક પર્વની દેવગાણા ખાતે તાલુકાકક્ષાની ઉજવણી થનાર છે, ત્યારે આ ઉજવણી વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોના આયોજન સાથે આન-બાન-શાનથી થાય તે માટે સિહોર મામલતદાર આંબેલિયાના અધ્યક્ષપદે મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં સંબધિત વિભાગોને સોંપાયેલી ફરજો જવાબદારીઓ સુપેરે પાર પાડવા અમલીકરણ અધિકારીઓને સૂચનાઓ અપાઇ હતી. જ્યારે ઉજવણીના આગોતરા આયોજન અંગે યોજાયેલી બેઠકમાં મામલતદાર આંબલિયાએ જણાવ્યું હતું કે ધ્વજવંદન બાદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ધ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો સહિતની વિવિધ કૃતિઓ રજૂ થાય તે માટેનું સુંદર આયોજન હાથ ધરાય છે અને જેનું જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડયું હતું અને બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે અહીં મહત્વની બાબત એ છે  પ્રજાસત્તાક પર્વમાં તમામ સમાજના તમામ વર્ગો, સંગઠનો, જાહેર-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રજાજનોને રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે તે પણ જરૂરી છે.