વિરમાંધાતાનો પ્રાગટયોત્સવ શનિવારે રાજુલામાં ઉજવાશે

725
guj1712018-2.jpg

રાજુલા ખાતે આગામી તા. ર૦-૧ શનિવારે વિરમાંધાતાનો પ્રાગટયોત્સવ માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં ભાવનગર જિલ્લા પ્રમુખ રાજુભાઈ સોલંકીની ઉપસ્થિતિ રહેશે. 
રાજુલા ખાતે કોળી સમાજ દ્વારા આયોજીત વિરમાંધાતાનો પ્રાગટયોત્સવ માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં તેમજ ભાવનગરથી રાજુભાઈ સોલંકીની ઉપસ્થિતિ રહેશે. આ પ્રસંગને દીપાવવા આજથી ગામડે ગામડા ખુંદતા સંગન મજબુત કરવા બિપીનભાઈ બાંભણીયા, કમલેશભાઈ પરમાર, સંજયભાઈ સોલંકી, બીજલભાઈ ભાલીયા, કૈલાસભાઈ શિયાળ, ભાવેશભાઈ ગુજરીયા, દેવશીભાઈ બાંભણીયા, વિપુલ સોલંકી, અભિષેક બાંભણીયા, ગામડા ખુંદી રહ્યા છે તેમજ કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ મકવાણા, રણછોડભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, ભાવેશભાઈ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.