ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ એડિશન ભારતમાં લોન્ચ

713
guj1712018-1.jpg

ભારતના પ્રથમ એડવેન્ટર યુટિલીટી વ્હીકલ, ઈસુઝુ  ડી-મેક્સ વી-ક્રોસમાં નવી વિશેષતાઓ તેની ૨૦૧૮ એડિશનમાં સામેલ થઈ છે અને નવા ઈક્વિમેન્ટ્‌સ પણ સામેલ થયા છે. જે ભારતના એડવેન્ચર ક્વોશન્ટનું સ્તર વધારશે. બે વેરિએન્ટ, હાઈ તથા સ્ટાન્ડર્ડમાં ઉપલબ્ધ, કે જેની કિંમત ક્રમશઃ રૂ. ૧૫,૮૦,૦૯૪ અને રૂ. ૧૪,૩૦,૦૯૫ , એ નવી વી-ક્રોસ ૨૦૧૮ તેના અગાઉના વર્ઝન કરતા અપગ્રેડ કરાઈ છે, વર્ઝન અગાઉ મે-૨૦૧૬માં ભારતમાં લોન્ચ કરાયું હતું.
વી-ક્રોસ મે-૨૦૧૬માં ભારતના પ્રથમ એડવેન્ચર યુટિલિટી વ્હીકલ તરીકે લોન્ચ થઈ હતી અને ત્યારથી તે ભારતમાં એસયુવી ખરીદનારા લોકોનાં દીમાગ અને દિલ પર રાજ કરે છે. પ્રોડક્ટને માર્કેટની અપેક્ષાઓ પ્રમાણે રોમાંચક અને અપટુડેટ રાખવા માટે ઈસુઝુએ ૨૦૧૮ એડિશનમાં નવી વિશેષતાઓ ઉમેરી છે. 
ઈલેક્ટ્રોનીક સ્ટેબિલિટ કંટ્રોલ અને ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ વી-ક્રોસને આઉટડોરર્સમાં સૌથી વધુ ટફ અને સુરક્ષિત બનાવે છે. ડે ટાઈમ રનિંગ લાઈટ્‌સ અને એલઈડી ટેઈલ લેમ્પ્સનો ઉમેરો થવાથી વી-ક્રોસને રોડ પર વધુ ડાયનેમિક બનાવે છે. ઓટો ક્રૂઝ કંટ્રોલ અને ૬-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઈવર સીટથી આરામ અને અનુકૂળતામાં ઉમેરો થયો છે જે લાંબા સમય સુધી રોડ ટ્રીપ્સમાં ડ્રાઈવરને મળી શકે છે. રિયર વ્યૂ કેમેરા કે જે શહેરમાં હેસલ-ફ્રી અનુભવ પાર્કિંગ વખતે આપે છે. 
નવી વી-ક્રોસ બોલ્ડ રૂબી રેડ કલરમાં રજૂ થઈ છે જે ઉપરાંત અગાઉના ઓર્કિડ બ્રાઉન, કોસ્મિક બ્લેક, ટિટેનિયમ સિલ્વર, ઓબ્સિડિયન ગ્રે અને સ્પ્લેશ વ્હાઈટમાં પણ તે ઉપલબ્ધ છે. બીબીસી મેગેઝીન ટોપગીયર એવોર્ડઝ દ્વારા પ્રાપ્ત ‘લાઈફસ્ટાઈલ વ્હીકલ ઓફ ધ યર’ અને સીએનબીસી-ટીવી ૧૮ ઓવરડ્રાઈવ એવોર્ડ ૨૦૧૭ પ્રાપ્ત ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ ખરા અર્થમાં ‘બ્રીડ અપાર્ટ’ છે. 

Previous articleકેન્દ્રીય બજેટ અને જી.એસ.ટી. બાબતે થયેલ ચર્ચા વિચારણા માટે બેઠક બોલાવાઈ
Next articleવિરમાંધાતાનો પ્રાગટયોત્સવ શનિવારે રાજુલામાં ઉજવાશે