વાદીલાના નાળા પાસે અજાણ્યા યુવાને ટ્રેન તળે ઝંપલાવતા મોત

709
bvn1712018-1.jpg

ભાવનગર પરા વિસ્તારમાં વાદીલાના નાળા નજકીથી બપોરના સમયે ટ્રેનમાં કપાયેલી હાલતે અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. બનાવઓની જાણ થતા બોરતળાવ પોલીસ દોડી જઈ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. 
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર પરા વિસ્તારમાં આવેલ વાદીલાના નાળાથી જીઆઈડીસી તરફ જતી રેલ્વે લાઈન પાસે યુવાનની કપાયેલી હાલતે લાશ પડી હોવાની જાણ જીતેન્દ્રભાઈ પરશોત્તમભાઈ ચૌહાણ રહે. ભાયાણીની વાડી વાળાએ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા ભાવનગર- સુરેન્દ્રનગર ટ્રેન નીચે આવી જતા મોત નિપજયાનું જાણવા મળ્યું હતું. જયારે મૃતક યુવાને બ્લુ કલરનું જીન્સ અને બ્લુ કરલનો શર્ટ પહેરેલ છે. પોલીસે જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી હતી અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. 

Previous articleસર ટી.નો એક્સ-રે વિભાગ ખુદ માંદગીના બિછાને
Next articleકાળુભા રોડ પરથી દબાણો દુર કરતું એસ્ટેટ વિભાગ