બરવાળાના અંબાજીધામના દ્વી દશાબ્દી મહોત્સવની થશે ભાવસભર ઉજવણી

707
bvn1912018-4.jpg

બરવાળા ઘેલાશાના પ્રસિદ્ધ અંબાજી ધામનો ૨૦મો પાટોત્સવ ભારે શ્રદ્ધા અને ભાવભેર ઉજવાશે. આગામી તા.૨૦,૨૧અને ૨૨ જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારુદ્રનું આયોજન કરાયું છે જેમાં શ્રધ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લીન બનશે.
   વતનપ્રેમી વણિક-બાબરીયા પરિવારના મોભી વૃજલાલ પોપટલાલ બાબરીયાના સંકલ્પ અને ભાવથી બરવાળામાં અંબાજી મંદિરનું નિર્માણ કરીને અર્પણ કરાયેલ છે. અહીં પ્રતિવર્ષ નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે લોકપયોગી કાર્યો અને સામાજીક જાગૃતિ માટે મહોત્સવ ઉજવાય છે જે ભારે આકર્ષક બની રહે છે. મંદિર નિર્માણના ૨૦ વર્ષથી બાબરીયા પરિવાર દ્વારા નાના અંબાજી ધામના માધ્યમથી દર વર્ષે નાની મોટી સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવે છે.
વ્યાપાર ધંધા અર્થે મુંબઇ સ્થાઈ થયેલા કિરીટભાઈ,રાજેશભાઇ, પંકજભાઈ અને મહેશભાઈ તથા પરિવારજનો વ્યસ્તતા વચ્ચે પણ નવરાત્રી અને પાટોત્સવમાં આવવાનું ચુકતા નથી જે તેમની માતાજી પ્રત્યેની શ્રધ્ધા અને વતન પ્રત્યેની લાગણી દર્શાવે છે.બરવાળાનું અંબાજી માતાનું આ સ્થાનક નાના અંબાજીધામ તરીકે જાણીતું બન્યું છે અહીં યોજાતા પ્રત્યેક ધર્મોત્સવમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સામેલ થતા રહ્યા છે તેમજ માતાજીના દર્શનાર્થે ભાવિકોનો પ્રવાહ પ્રતિદિન વ્હેતો અને વધતો રહે છે. ૨૦માં પાટોત્સવ પ્રસંગે પેટલાદવાળા મેહુલભાઈ શાસ્ત્રીજીના આચાર્યપદે ત્રિ-દિવસીય શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારુદ્રનું  આયોજન કરાયું છે જેમાં પવિત્ર મંત્રોચ્ચાર સાથે  વિવિધ હવનીય દ્રવ્યોની આહુતિઓ અપાશે. પાટોત્સવ ઉજવણી સંદર્ભે ભારે ભાવ સાથે ઉમંગ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રોશનીનો શણગાર કરવામાં આવશે.

Previous articleધારાસભ્ય કનુભાઈ દ્વારા વિનામુલ્યે સુપર મેગા નેત્ર નિદાન યજ્ઞ
Next articleશાળાને તાળાબંધી કરવાના ગુન્હામાં પૂર્વ સરપંચને એક માસની સાદી કેદ