રોહીસા ગ્રામ પંચાયતને બદનામ કરાતી હોવાની સરપંચની ફરિયાદ

738
guj1732018-3.jpg

જાફરાબાદ તાલુકાના રોહીસા ગ્રામ પંચાયત કચેરીને બદનામ રાજકીય કન્નાોખરી સામે પાણી અને સ્ટ્રીટ લાઈટ બાબતે સરપંચ લીલાબહેન સાથે પ૦ ગ્રામવાસીઓ સહી અને હાજરી સાથે વણકર સમાજને સાથે રાખી મામલતદાર ચોહાણને આવેદનપત્ર અપાયું.
જાફરાબાદના રોહીસા ગ્રામ પંચાયત કચેરીને રાજકીય કિન્નાખોરી રાખી બદનામ કરવા સામે પાણી અને સ્ટ્રીટ લાઈટ બાબતે સરપંચ લીલાબહેન સાથે પ૦ ગ્રામવાસીઓ વણકર સમાજ સાથે સરપંચ દ્વારા માજી સરપંચ વિજાણંદભાઈ વાઘેલા દ્વારા મામલતદાર ચોહાણને આવેદન અપાયું. જેમાં સરપંચ લીલાબહેન દ્વારા જણાવ્યું છે કે  મારા પતિ ર ટ્રમથી સરપંચ અને હુ લીલાબહેન ર ટ્રમથી સરપંચ અને એક ટ્રમમાં તાલુકા પંચાયત સદસ્ય તરીકે જંગ બહુમતીથી ચૂંટાતા આવ્યા છીએ જે અમુક વિરોધીઓ દ્વારા અવાર-નવાર આવા ખેલ લાવે છે પણ હજી અમોને તે લોકો ઉપર ભાઈચારાથી વર્તન કરીએ છીએ નહીંતર કાયદાકીય રીતે માનહાની જેવા કેસો બની શકે છે પણ હજી તે લોકો આવા ગ્રામ પંચાયત કચેરીને બદનામ કરતા પેત્ર ગોત્યા કરે છે. અને હવે આ બે મુદ્દા પાણી બાબતે ખુલાસો કરીએ તો આખા ગામને પીવાનું પાણી અમારી માલિકીની જમીનમાં આવેલ કુવા મારફતે ગ્રામજનોને અપાય છે અને તેમાં જ્ઞાતિ જાતીના વાડા વગર આપીએ છીએ અને તેના સાક્ષી તરીકે વોડ નંબર-૬ના વણકરભાઈઓ પણ અમારી સાથે છે. તેમજ ગ્રામ પંચાયતના  નિયમ મુજબ ૦ાાની પાઈપલાઈનથી પાણી અપાતું હોય છે. પણ અમોએ ૧ા ની પાઈપ લાઈન નાખીને જનતા પાણી માટે દ ુઃખી ન થાય તેવું કાર્ય કર્યું છે. તે શું ગુન્હો છે અને જે નિયમીત પાણી અપાય છે રહી વાત સ્ટ્રીટ લાઈટની તો સ્ટ્રીટ લાઈટના બલ્બ અમો નાખીએ છીએ અને કિન્નાખોરીથી કોઈ કાઢી જાય છે આ રીતે પંચાયતને બદનામ ખોટી રીતે  બદનામ કરતા તત્વો સામ મામલતદાર તેમજ તાલુકા કચેરી દ્વારા તપાસ કરવામાં આવે તેવું સરપંચ લીલાબહેન તેમજ વિજાણંદભાઈ વાઘેલાએ માંગ કરતા તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી બી.ડી. ગોહિલના આદેશ અનુસાર ટી.પી.ઓ. કે.પી.વાઢેરને તપાસ સોંપાઈ છે. 

Previous articleરાજુલા તા.પં.નું ૬૩.૪૮ કરોડનું બજેટ મંજુર
Next articleનર્મદા પરિભ્રમણ કરી પરત ફરતા સિહોરના નાનુબાપુ