સિહોરમાં પુરપાટ ઝડપે દોડતી કારે વૃધ્ધને અડફેટે લેતા ઈજા

651
bvn1912018-1.jpg

ભાવનગર-રાજકોઈટ હાઈવે દિવસેને દિવસે રક્તરંજીત બનતો જાય છે. હાઈવે પર બેફામ વાહનો દોડી રહ્યાં છે અને દિવસેને દિવસે અકસ્માતના બનાવો બની રહ્યાં છે ત્યારે બેફામ દોડતા વાહનો પર રોક લાગે તે જરૂરી છે. આજે હાલ જે સિહોરના દાદાની વાવ જીઆઈડીસી નજીક અજાણી ફોર વ્હીલ કારે એક વૃધ્ધને અડફેટે લેતા વૃધ્ધની હાલત અત્યંત ગંભીર હાલત તથા લોહીયાળ હાલતે ૧૦૮ મારફત પાયલોટ ધર્મેન્દ્રસિંહ દ્વારા સિહોર સીએચસી ખાતે ખસેડેલ.
જોકે વૃધ્ધને અડફેટે લઈ ફોરવ્હીલ ચાલક પોતાનું વાહન લઈ ફરાર થયો છે. ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અત્યંત ઈજાગ્રસ્ત વૃધ્ધને લોહીયાળ હાલતે ૧૦૮ મારફત સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે જરૂરી સારવાર કરીને વૃધ્ધને સરકારી એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર રીફર કરાયા છે. જ્યારે આ ઘટનામાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.