બ્રાહ્મણો ઉપર અત્યાચાર સાંખી નહીં લેવાય : કર્મકાંડી બ્રહ્મમંડળ

762
bvn1912018-13.jpg

કર્મકાંડ ભુદેવો ઉપર વિજ્ઞાનજાથા દ્વારા કરવામાં આવેલ કથીત અત્યાચારને સાંખી લેવામાં નહીં આવે અને અત્યાચાર આચરનારાનો સામે કડક કાર્યવાહીની માંગ સાથે સનાતન ધર્મ વૈદિક કર્મકાંડી બ્રહ્મમંડળ ભાવનગર દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
થોડા દિવસો પૂર્વે જામનગરમાં રહેતા અને કર્મકાંડ કરી પોતાની જીવનનિર્વાહ ચલાવતા વિપ્ર હિતેશ લાભશંકર જોશીને વિજ્ઞાનજાથાના જયંત પંડયા દ્વારા કોઈપણ કારણ વિના પોલીસને સાથે રાખી માર મારી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવેલ. જેમાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ સંદર્ભે ભાવનગર સ્થિત સનાતન ધર્મ વૈદિક કર્મકાંડી બ્રહ્મમંડળ દ્વારા એવા પ્રકારની માંગ કરી છે કે, વિજ્ઞાનજાથાના નામે હિન્દુ સંસ્કૃતિનું ચિરહરણ કરવાની દુષ્ટ કૃત્ય કરનાર જયંત પંડયાની સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ્દ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં કાર્તિક મહેતા, સંજય ઓઝા, તેજસ જાની, સંદિપ જાની સહિતના બ્રહ્મબંધુઓ જોડાયા હતા.

Previous articleસિહોરમાં પુરપાટ ઝડપે દોડતી કારે વૃધ્ધને અડફેટે લેતા ઈજા
Next articleસરકારી કર્મીઓનો શ્વાન પ્રેમ..!