ઓલ ગુજરાત આઈ.ટી. એમ્પ્લો. ફેડરેશનની કોન્ફરન્સનો પ્રારંભ

870
bvn1912018-11.jpg

આજથી બે દિવસ માટે ભાવનગર આઈટીઈએફના યજમાન પદે ઓલ ગુજરાત ઈન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશનની કોન્ફરન્સ, લોર્ડસ રીસોર્ટ ખાતે યોજવામાં આવેલ છે. જેનું ઉદ્દઘાટન ગુજરાતના પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર એ.કે. જયસ્વાલ તથા સાંસદ ભારતીબેન શિયાળ તથા કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગર્વમેન્ટ એમ્પ્લોઈઝના જનરલ સેક્રેટરી કે.કે.એન. કુટિટ દ્વારા દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં આઈટીઈએફના રાષ્ટ્રીય કક્ષાના પ્રમુખ અશોકકુમાર કનોજીયા તથા આઈટીજીઓએના ગુજરાત સર્કલના પ્રેસીડેન્ટ કે.આર. જાડેજા, આઈટીઈએફ ગુજરાત સર્કલના પ્રેસીડેન્ટ દિપક ભટ્ટ તથા જનરલ સેક્રેટરી કે.મધુસુદન, કોમરેડ ઉમેશ મહેતા વિશેષ ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત ગુજરાત સ્થિત ૩૦ જેટલી કચેરીઓના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ. ઉપરોક્ત કોન્ફરન્સમાં ગુજરાત ખાતેની કચેરીના નોન ગેજેટેડ કર્મચારીઓના જુદા-જુદા પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ. આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે આઈ.ટી. ઓફિસ ભાવનગર રેન્જના એડિશ્નલ કમિશ્નર એન્ટોની પરીયાથના માર્ગદર્શન નીચે ભાવનગરના હોદ્દેદારો લાલુભા ગોહિલ, અસીર મહેતા તથા શૈલેષભાઈ ભટ્ટે જહેમત ઉઠાવેલ છે.

Previous articleકોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પ્રવિણ મારૂ, કનુભાઈ બારૈયાનો સન્માન સમારોહ યોજાયો
Next articleપૂ. મોરારિબાપુ દ્વારા ૧૧ શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડ અપાયા