કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પ્રવિણ મારૂ, કનુભાઈ બારૈયાનો સન્માન સમારોહ યોજાયો

1348
bvn1912018-16.jpg

ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા ગઢડા અને તળાજાના કોંગ્રેસના ધારાસભ્યોનો સન્માન સમારોહ આજે શિવશક્તિ હોલ ખાતે શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ડિસેમ્બર ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં તળાજા બેઠક પરથી વિજેતા થયેલા કોંગ્રેસના કનુભાઈ બારૈયા અને ગઢડા બેઠક પરથી વિજેતા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂનો સન્માન સમારોહ ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા શિવશક્તિ હોલ ખાતે શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
બન્ને ધારાસભ્યોનું શક્તિસિંહ તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા ફુલહાર-શાલથી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ વાળા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણ રાઠોડ, ઝવેરભાઈ ભાલીયા, મહાવિરસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, ભરતભાઈ બુધેલીયા, અનિરૂધ્ધસિંહ ગોહિલ, કરશનભાઈ વેગડ તેમજ યુવા કોંગ્રેસ, મહિલા પાંખના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા અને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleઈન્ટર સ્કુલ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ
Next articleઓલ ગુજરાત આઈ.ટી. એમ્પ્લો. ફેડરેશનની કોન્ફરન્સનો પ્રારંભ