અમરેલી જિલ્લાના લાઠી ગામે વર્ષ ર૦૦ર થી ર૦૧૭ સુધીમાં લાઠી નગરપાલિકા દ્વારા લાઠી ગામે વિવિધ વિસ્તારમાં કરવામાં આવેલ. લોકહિતના કાર્યોનો ગ્રામજનો દ્વારા ન.પા. પાસે હિસાબ માંગ્યો છે. જો યોગ્ય ખુલાસો નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફૂંકવાની ચિમકી ઉચ્ચારી છે.
લાઠીમાં વર્ષ ર૦૦ર થી ર૦૧૭ દરમ્યાન થયેલ આરસીસી રોડ-રસ્તા, વિકાસ ગ્રાન્ટનો ઉપયોગ ન.પા. પ્રમુખ તથા ચૂંટાયેલ સભ્યો દ્વારા આર્થિક નાણા ભંડોળનો તથા ચૂંટાયેલા સભ્યો દ્વારા આર્થિક નાણા ભંડોળનો ક્યા અને ક્યારે ઉપયોગ કર્યો તાલીમ વર્ગ સહિતની બાબતનો લાઠી ગ્રામજનો દ્વારા પૂરેપૂરા હિસાબની માંગણી કરી છે. આ સાથે પ્રકારે રજૂઆત મુખ્યમંત્રી, ધારાસભ્ય, પ્રાંત અધિકારી તથા ન.પા.ના ચીફ ઓફિસરને પાઠવી ર૦૦ર થી ર૦૧૭ વર્ષ સુધીના કાર્યોના લેખાજોખા રજૂ કરવા ગ્રામજનોએ દિવસ-૧૦ની મહેનત આપી છે. જો યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અનશનની ચિમકી ઉચ્ચારી છે.