કે.આર.દોશી કોલેજ દ્વારા ત્રી. દિવસીય પ્રોગ્રામનું આયોજન

750
bvn212018-13.jpg

ભાવનગર વિવિધ શાળાઓમાં અભ્યાસ રત વિદ્યાર્થીઓ માટે બહુ ઉપયોગી સિધ્ધ થાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ર૦-૧ થી તા. રર-૧-ર૦૧૮ એમ ત્રણ દિવસ કે.આર. દોશી ગ્રુપ ઓફ કોલેજીસ, ઘોઘા સર્કલ ખાતે રિવોલ્યુશન-ર૦૧૮નું સવારે ૯-૦૦ થી પ-૦૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજના કોમ્પ્યુટર સાઈન્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોગ્રામ અને સોફટવેરનું પ્રદર્શન રાખવામાં આવેલ છે. શાળાના બાળકોની તથા અન્ય પ્રવાહોના વિદ્યાર્થીઓની કોમ્પ્યુટરના ક્ષેત્રમાં અભિરૂચી વધે તે હેતુથી તેમને આકર્ષવા માટે લેન ગેમીંગ, લાઈવ ગેમીંગ અને કોન બનેગા કરોડપતિ જેવી ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના એમ.સી.એ. ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો. પ્રો. પ્રશાંતભાઈ ડોળિયા અને પ્રો. સુનીલભાઈ દ્વિવેદી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓની આયોજનની ક્ષમતાનો વિકાસ થાય અને વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે તૈયાર થાય આ માટે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાઈન્સના શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવેલ છે. 

Previous articleમહુવા લઘુમતી સમાજ દ્વારા વિનામુલ્યે ઉકાળાનું વિતરણ
Next articleમહુવામાં પૂ. મોરારિબાપુના હસ્તે કલા ગ્રથનું લોકાર્પણ