આનંદ મેળાનું સુંદર આયોજન કરાયું

935
bvn212018-15.jpg

ભાવનગર મહિલા મંડળ દ્વારા ૭૯માં સ્થાપના દિન નિમિત્તે ભાવનગર મહિલા મંડળ વિદ્યાનગર ખાતે આનંદમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર મહિલા મંડળની સ્થાપનાને ૭૯ વર્ધ પૂર્ણ થતા વિદ્યાનગર સ્થિત ચિત્તરંજન ચોક ખાતે આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૯ થી ર૧ જાન્યુઆરી સુધીના ત્રણ દિવસીય આનંદ મેળામાં પ્રથમ દિને ભાવેણાના મહારાણી સમયુક્તાબા મહારાણી સાહેબાના અધ્યક્ષ પદે રહ્યાં હતા. જેમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે તેમજ મેયર નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતા. ઉદ્દઘાટન ઈનરવ્હીલ ક્લબ ભાવનગરના પ્રમુખ ચેતનાબેન કોઠારીએ કર્યુ હતું. ત્રણદિવસીય આનંદ મેળામાં મહિલા મંડળની બહેનો તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહેશે.

Previous articleડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા યોજાયેલ મોકડ્રીલ સત્ય ઘટનામાં પરીવર્તીત
Next articleરામી માળી જ્ઞાતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન