જન યાચીકાને લઈને સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

652
bvn212018-14.jpg

યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા લેવાયેલ રાષ્ટ્રવ્યાપી સહી ઝુંબેશના ભાગરૂપે ભાવનગર શહેરની બેન્કોમાં કાર્યરત ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સભ્યો દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ અમલમાં મુકામયેલ. આજરોજ બેન્ક કર્મચારીઓ દ્વારા દેનાબેન્ક, વાઘાવાડી રોડ ખાતે બેન્ક ગ્રાહકો અને આમ પ્રજાજનો પાસેથી મા.સ્પીકર લોકસભાને સંબોધીને જનયાચિકા ઉપર સહીઓ એકત્રિત કરેલ. મા.સ્પીકર, લોકસભા સમક્ષ અપાનાર જનયાચિકામાં કરાયેલ મુખ્ય માંગણીઓમાં જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ તેમજ વિલીનીકરણ ન કરવું, એફઆરડીઆઈ બીલ મોકુફ રાખવું, બેન્કની થાપણો ઉપર વ્યાજદરનો વધારો કરો, બેન્ક-થાપણ પરના વ્યાજને આવકવેરામાંથી મુક્તિ આપવી, સહકારી બેન્કોને આવકવેરામાંથી મુક્તિ આપવી. આ સહિતની બાબતોને લઈને લોકોનો સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો.

Previous articleરામી માળી જ્ઞાતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
Next articleપિલગાર્ડન-તળાવના નવીનીકરણથી પર્યાવરણ પ્રભાવીત