મહુવાના નેસવડ ચોકડી પાસે કરણી સેના દ્વારા ઉગ્ર દેખાવો

810
bvn2212018-3.jpg

હિન્દી ફિલ્મ પદ્માવત રીલીઝને લઈને ભાવનગર જિલ્લામાં ત્રીજા દિવસે પણ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યથાવત રહ્યો છે. જો કે પ્રદર્શનકારીઓ સામે પોલીસ તંત્ર દ્વારા કાયદાનું કડક શસ્ત્ર ઉગામ્યું છે.
બહુચર્ચિત ફિલ્મ પદ્માવતને સુપ્રિમ કોર્ટે દેશભરમાં પ્રદર્શન કરવા મંજુરી આપતા આ ફિલ્મને લઈને રાજપૂત-ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સુપ્રિમ કોર્ટ, ફિલ્મ ડિરેક્ટર તથા કલાકારો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાવનગર શહેર તથા ભારે રોષ ભભૂકી ઉઠયો છે. ભાવનગર શહેર તથા જિલ્લામાં ૩ દિવસથી વિરોધ પ્રદર્શનનો દૌર ચાલી રહ્યો છે. આજે મહુવામાં બાયપાસ રોડ પર નેસવડ ચોકડી પાસે કરણી સેનાના કાર્યકરોએ ટ્રાફીક યાતાયાતને બાનમાં લઈ રોડ પર અવરોધો ઉભા કરી ટાયરો સળગાવ્યા હતા. બરાબર એ જ સમયે મહુવા હાઈવે પર પેટ્રોલીંગ કરી રહેલ પોલીસની ટીમ પહોંચતા પ્રદર્શનકારીઓ તીતર-બીતર થઈ જવા પામેલ પરંતુ પોલીસે પીછો કરી કેટલાક યુવાનોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ભાવનગર-રાજકોટ રોડ પર ઢસા નજીક તથા લીમડા-હનુમાના ગામ પાસે વિરોધ પ્રદરેશનો થયા હતા અને ગત મોડીરાત્રે ભાવનગર-તળાજા હાઈવે પર રાજપરા ગામ પાસે વિરોધ પ્રદર્શકોએ ચક્કાજામ કરતા પ કિલોમીટર લાંબી કતારો વાહનોની લાગી હતી. ત્રણ દિવસથી થઈ રહેલ પ્રદર્શનના કારણે તંત્રમાં ચિંતા વ્યાપી છે.

ડ્રાઈવર-કંડક્ટરની કાબીલેદાદ કામગીરી
ગઈકાલે મોડીસાંજના સુમારે મહુવા ડેપોથી નિકળેલી એસ.ટી. બસ તળાજાના ધારડી ગામના પાટીયા પાસે પહોંચી તે વેળા કરણી સેનાના કાર્યકરોએ બસ અટકાવી હતી અને મુસાફરો તથા ડ્રાઈવર-કંડક્ટરને ઉતારી બસને નુકશાન કરવા તૈયારી હાથ ધરેલ એવા સમયે બસના ચાલક તથા કંડક્ટર બન્ને ક્ષત્રિય જ્ઞાતિના હોય આ મુદ્દે વિરોધ પ્રદર્શનકારીઓને અટકાવી શાંતિ અને આગવી સુઝબુઝથી મામલો થાળે પાડી સમજાવ્યું કે આ સરકારી પ્રોપર્ટી છે. જેને નુકશાન થશે તો સરળાવે ભરપાઈ આમ જનતાએ જ કરવું રહ્યું. આ વાત લોકોને વ્યાજબી લાગતા વિરોધ પ્રદર્શનકારીઓએ મુસાફરો સહિતની બસને સલામતપૂર્વક જવા દીધી હતી. આ બાબતને લઈને પ્રવાસીઓએ ડ્રાઈવર-કંડક્ટરની કામગીરીને બિરદાવી હતી.

Previous articleવાળંદ સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગદર્શન વર્ગનો થયેલો પ્રારંભ
Next articleવીર માંધાતા પ્રાગટ્યોત્સવ નિમિત્તે શોભાયાત્રા