મહાપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવાઈ રહ્યો છે અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા હેતુથી ગઈકાલે રવિવારે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. છતા હજુ શહેરીજનોમાં સ્વચ્છતા અંગે હજુ જાગૃતતા આવી ન હોય તેમ, મોતીબાગ ખાતે આવેલી રજીસ્ટ્રાર કચેરી ખાતે માહિતી કચેરી નજીક જ કચરાના ઢગલા ખડકાયેલા છે. નજીકમાં જ અડીઆરડીએ કચેરી પણ આવેલી છે. તંત્ર દ્વારા કચરો ઉપાડવામાં કડકાઈ રખાય તો જયાં ત્યાં કચરાના ઢગલા એકઠા ન થાય તેવું મનાઈ રહ્યું છે.