સોનગઢ, જીથરી નજીક ટાયરો સળગાવાયા

799
bvn2312018-10.jpg

સુપ્રિમ કોર્ટે ફિલ્મ પદ્માવતને દેશભરમાં રીલીઝ કરવાની મંજુરી આપી દીધી ત્યારથી જ ટાયર સળગાવવાની ઘટના હવે ગ્રામ્ય સુધી પહોંચી છે. સંજય લીલા ભણસાલીની આ બહુચર્ચિત ફિલ્મ રપ જાન્યુઆરીએ આખા દેશમાં રીલીઝ થશેની જાહેરાત બાદ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહી શકાય કે ફરી એકવાર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં ઠેર-ઠેર હાઈવે પર રાજપૂતોએ ફિલ્મની રીલીઝને લઈને વિરોધ નોંધાવતા ચક્કાજામ કર્યો હતો અને ટાયરો સળગાવ્યા હતા. ફિલ્મ રીલીઝ નહીં કરવાની માંગ સાથે હાઈવે પર પ્રદર્શન કરવામાં આવતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે ત્યારે સવારના સમય પર ભાવનગર-રાજકોટ-સિહોરના જીથરી ગામ નજીક હાઈવે પર ટાયરોને આગ ચાંપીને ચક્કાજામ કરાયો હતો ત્યારબાદ બપોર પછી જીથરીથી નજીકના સોનગઢ ગામે ફિલ્મના વિરોધમાં ટાયરો રોડ પર સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને લઈ ભારે ટ્રાફિકજામ થવા પામ્યો હતો. રોડ પર વાહનોની કતારો લાગી જવા પામી હતી. જો કે પોલીસ તંત્રને ભારે દોડધામ રહી હતી.

ભાવનગર શહેર-જિલ્લામાં
પદ્માવત રીલીઝ નહીં કરવાની ખાત્રી છતાં વિરોધ યથાવત
રાજ્યભરની સાથોસાથ છેલ્લા ચાર દિવસથી પદ્માવત મામલે ભાવનગર શહેર-જિલ્લામાં બાળઝાળ, ચક્કાજામ સાથે વિરોધ બાદ ગતરાત્રિના એસ.પી. કચેરી ખાતે પોલીસવડાની હાજરીમાં થિયેટર્સ માલિકો, કરણી સેના અને રાજપૂત આગેવાનો તથા વહિવટી તંત્રની બેઠક મળેલ. જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં એકપણ થિયેટરમાં પદ્માવત રીલીઝ નહીં કરવાની ખાતરી અપાયેલ. જ્યારે કરણી સેના દ્વારા બાળઝાળ કે ચક્કાજામ નહીં કરવાની ખાતરી અપાયા બાદ પણ આજે ભાવનગર-રાજકોટ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયા હતા અને ટ્રાફીકજામ થવાના બનાવો યથાવત રહ્યાં હતા અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પોલીસને પણ ભારે દોડધામ રહેવા પામી હતી.

Previous articleમલેશિયા ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લેશે ભાવનગરની જાનવી મહેતા
Next articleરજીસ્ટ્રાર કચેરી પાસે કચરાના ઢગલા