રાજુલા માર્કેટ યાર્ડના ચેરમેન પદે સતત ચોથી વખત જીગ્નેશભાઈ પટેલની નિમણુંક

707
guj2512018-1.jpg

રાજુલા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં હિરાભાઈ સોલંકીની જહેમતથી સતત ચોથીવાર માર્કેટ યાર્ડના યુવાન જીગ્શેભાઈ પટેલની ચેરમેન પદે નિમણુંક થતા અભિનંદનની વર્ષા થઈ રહી છે. રાજુલા માર્કેટ યાર્ડની આજે ચેરમેન સહિતની ટર્મ પુરી થતા ગરમા ગરમીનો માહોલમાં માજી સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની તેમજ જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, રવુભાઈ ખુમાણની જહેમતથી યાર્ડ ચેરમેન પદે પટેલ સમાજના યુવાન જીગ્શેભાઈ પટેલને સતત ચોથીવાર વિજેતા જાહેર કરતા યાર્ડમાં તેમજ રાજુલા તાલુકામાં ખુશીનો માહોલ છવાયો હતો. અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો જુવાઈ છવાઈ ગયો હોય આગામી નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી હોય ત્યારે ભાજપને માર્કેટ યાર્ડ હાંસલ થતા જનતામાં ભાજપ પ્રત્યે હજુ ભારોભાર માન છે તેની પ્રતિતિ આજે થઈ રહી છે. આ પ્રસંગે ભાજપના તમામ શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના આગેવાનોમાં કાતર દરબાર દાદબાપુ વરૂ, આહિર સમાજના આગેવાનો તેમજ વડલી મનુભાઈ ધાખડા, વેપારી એસોસીએશનના બકુલભાઈ વોરા, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, ધનરાજભાઈ વરૂ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, શહેર પ્રમુખ મયુરભાઈ સહિતે જહેમત ઉઠાવેલ.