ચોરાઉ એકટીવા સાથે શખ્સને ઝડપી લેતી એલ.સી.બી.ટીમ

916
bvn2512018-5.jpg

શહેરના શીશુવિહાર પાસે રહેતા શખ્સને ચોરાવ એકટીવા સ્કુટર સાથે એલ.સી.બી. ટીમે ઝડપી લીધો હતો આ એકટીવાની અમદાવાદના વેજલપુર પોલીસ મથકમાં ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી.
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન શિશુવિહાર સર્કલ તરફનાં રોડ પરથી ચોકલેટી કલરનું નંબર પ્લેટ વગરનું એકટીવા સ્કુટર લઇને આવતાં શંકાસ્પદ ઇમરાનખાન ઐયાખાન પઠાણ ઉ.વ.૩૪ રહે.પ્લોટ નં. ૨૬૦૪, રામસરોવર, ઇબ્રાહીમ મસ્જીદ ની બાજુમાં, શિશુવિહાર, ભાવનગરવાળો હોવાનું જણાવેલ.તેની પાસેનું ચોકલેટી કલરનું સ્કુટર જોતાં આગળ-પાછળ રજી.નંબર વગરનું સ્કુટરનાં તેની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જેથી તેણે સ્કુટર ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મો.સા. ની કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.અને તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
ઇસમની પુછપરછ કરતાં આજથી દોઢ વર્ષ પહેલાં અસ્લમ રહે.અમદાવાદવાળો તેને રૂ.૧૦,૦૦૦/-માં એકટીવા વેચાણ કરી આપી ગયેલ.જે અસ્લમનું પુરૂં નામ-સરનામું ખબર નહિ હોવાનું અને તેણે કાગળો પછી આપવાનું કહેલ.પણ કાગળો આપી ગયેલ નહિ હોવાનું જણાવેલ.
જે મો.સા. ચોરી થયા અંગે અમદાવાદ શહેરનાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ હોય.જેથી ઉપરોકત ઇસમને સ્કુટર સાથે ગંગાજળીયા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.અને અમદાવાદ શહેર,વેજલપુર પો.સ્ટે.નાં પોલીસને જાણ કરવામાં આવેલ છે.

Previous articleરાજુલા માર્કેટ યાર્ડના ચેરમેન પદે સતત ચોથી વખત જીગ્નેશભાઈ પટેલની નિમણુંક
Next articleપદ્માવત પર પ્રતિબંધ મુકવા હિન્દુ સંસ્કૃતિક બચાવ સમિતિ દ્વારા માંગ