રાજુલામાં સુર્યસેના દ્વારા ફિલ્મ પદમાવતના વિરોધમાં બાઈકરેલી

821
guj2812018-2.jpg

રાજુલા તાલુકા સુર્યસેનાના નવનિયુકત પ્રમુખ અજયભાઈ ખુમાણની અધ્યક્ષતામાં ચીતોડ મહારાણી મહાસતિ માં પદમાવતીની ખોટી ફિલ્મ બનાવનાર ભણશાળીના જબરજસ્ત વિરોધમાં  ર૦૦૦ કાઠી ક્ષત્રીયોની વિશાળ ફોરવીલો, બાઈક રેલી સાથે શહેરના રાજ માર્ગો પર શાંતિપુર્વક જ ફરી કારણ અન્ય જ્ઞાતિઓના આંદોલનો તોડફોડ કરી સરકારી સંપતીઓને નસ્ટ કરે તેવું ન હોય કારણ કાઠી રાજપુતોએ આ રાષ્ટ્રને પોતાના પુર્વજોના લીલા માથા વાવીને હાંસલ કરેલને એક રાષ્ટ્ર માટે પ૬ર- રજવાડા ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રથમ ૧૮૦૦ પાદર સુપ્રત સરદાર વલ્લભભાઈ પટેલને એક જ જાટકે સૌએ સોંપી દીધેલ તેજ આ દરબારો પોતાની સંપતી હજી રાષ્ટ્ર સંપતી માને છે. એટલે કોઈને વહેમ હોય કે રાષ્ટ્ર સંપતિને નુકશાન વેઠવું પડશે તો નહીં માત્ર ખોટી ફિલ્મ બનાવનાર સામે અને ટોકીઝ સામે જ કડક આંદોલન થાય છે. અને થશે બાકી કોઈપણ જનતાએ ખોટી અફવાથી દુર રહેવા નવ નિયુકત સુર્યસેના પ્રમુખ અજયભાઈ ખુમાણ તથા આ પ્રસંગે શૈલેશભાઈ ચાંદું, તખુભાઈ ધાખડા, યુવરાજભાઈ વરૂ સહિતની જહેમતથી ર૦૦૦ કાઠી ક્ષત્રિય અને રાજપુત સમાજ તેમજ હિન્દુ સમાજના દરેક જ્ઞાતિના આગેવાનો જોડાયા હતાં. 

Previous articleગાંધીનગર જિલ્લાના ૬૯ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરાઇ
Next articleરાજુલા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વાવેરા ખાતે ઉજવાયો