ગાંધીનગર જિલ્લાના ૬૯ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરાઇ

1018
gandhi2812018-5.jpg

ગાંધીનગર જિલ્લામાં ૬૯ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉત્સાહ પૂર્વક ઉજવણી દહેગામ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર સતીશ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપી હતી.  કલેકટરએ સ્વતંત્ર અખંડ ભારતના નિર્માણ અને દેશને આઝાદી અપાવનાર શહીદોને સલામ અને નમન કરવાના આ પવિત્ર દિવસે શ્રઘ્‌ઘાજલિ આપી તેમના ચરણોમાં શ્રઘ્‌ઘા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે કલેકટર દ્વારા દહેગામ તાલુકાના વિકાસ કામો માટે જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. 
જિલ્લા કલેકટર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ અને જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિહ યાદવે ખુલ્લી જીપમાં માર્ચ પાસ્ટ પરેડને સલામી આપી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બનનાર સર્વે નગરજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે કલેકટર સતીશ પટેલે જણાવ્યું હતું કે, રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારે ગુજરાતના જનજનના વિકાસ માટે સતત અને અવિરત પરિશ્રમ યાત્રા આરંભી છે. ગાંધીનગર જિલ્લામાં કુલ ત્રણ તબક્કામાં ૯૬ સેવાસેતું કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જેના થકી કુલ- ૩ લાખ ૫૨ હજારથી વધુ અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ગરીબ કલ્યાણ મેળામાં કુલ- ૪૨,૨૧૮ લાભાર્થીઓને રૂ. ૧૯કરોડ ૩૧  લાખની સાધન-સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષમાં નવેમ્બર- ૨૦૧૭ સુધીમાં રૂ. ૪,૫૦૦ પ્રતિ કવિન્ટલ ટેકાના ભાવથી કુલ ૩૩,૯૫૩ કવિન્ટલ કુલ રૂપિયા ૧૧૯ કરોડથી વધુની મગફળી ખરીદી કરવામાં આવી છે. તે ઉપરાંત વર્ષ- ૨૦૧૭-૧૮ દરમ્યાન નવેમ્બર- ૨૦૧૭ સુધીમાં કૃષિ અંગે વિવિધ યોજનાના અમલીકરણ અર્થે કુલ રૂ. ૫ કરોડ ૪૨ લાખ ખેડૂતોને સહાય ચુકવામાં આવી છે. મુખ્ય મંત્રી અમૃતમ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વર્ષ- ૨૦૧૭-૧૮માં ૬૮૫૮ વંચિતોની સુખાકારી માટે મા કાર્ડ આપવાામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં વર્ષ- ૨૦૧૭-૧૮માં કુલ- ૯૭.૧૦ કિ.મી લંબાઇના ૪૬ નવા રસ્તાના કામો રૂ ૩૯ કરોડ ૭૦ લાખની અંદાજીત કિંમતે મંજૂર કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં ૧૨ રસ્તાના કામો ૯૭.૩૯ કિ.મી લંબાઇના રસ્તા રૂ. ૩૩ કરોડ ૩૧ લાખના ખર્ચે રીસર્ફેસીંગ – પહોળા કરવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૭૯,૮૦૨ વ્યક્તિગત શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશના સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૭ માં સમગ્ર દેશમાં કલોલ નગરપાલિકા ૩૪ મા ક્રમે આવી છે, તે આપણા માટે ગૌરવની વાત છે. દહેગામ નગરપાલિકા રાજયમાં સ્વચ્છતાની બાબતે  હાલમાં બીજાક્રમે છે. મુદ્રા લોન યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કુલ- ૧૪,૭૦૪ લોન ખાતા ખોલી ૧૧૨ કરોડ રૂપિયા ધિરાણ મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૦૮ કરોડ રૂપિયાનું ચુકવણું કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં પ્રઘાનમંત્રી ઉજ્જવલા યોજના માં ૯૯ ટકા લક્ષ્યાંક પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામા ૨ લાખ ૬૫ હજારથી વધુ રેશનકાર્ડ માંથી ૧ લાખ ૭૪ હજારથી વધુ રેશનકાર્ડને આધારકાર્ડ સાથે વેરીફાય કરીને ૬૫ ટકા સિધ્ધિ હાંસલ કરી છે.
કલેકટરે જણાવ્યું હતું કે, દહેગામ નગરજનોને અધતન જન સુવિધા કેન્દ્ર સહિતની સેવાઓ ઉપલબ્ઘ કરવા માટે રૂપિયા દોઢ કરોડના ખર્ચે દહેગામ નગરપાલિકાનું નવીન ભવન બનાવવામાં આવ્યું છે. ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રૂપિયા દોઢ  કરોડના લોકસુખાકારી કામોનું ખાતમુહુર્ત અને આશરે ૫૦ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.દહેગામ તાલુકામાં ૬૯ મો પ્રજાસત્તાક પર્વ એ સર્વે તાલુકાવાસીઓ માટે યાદગાર બની રહે તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે રૂપિયા ૧૨.૫૦ લાખના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમજ રૂપિયા ૮ લાખના જન સુવિધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે પર્યાવરણ અને વનીકરણ, સલામતી અને સુરક્ષા, શિક્ષણ, પાણી પુરવઠા, આરોગ્યઅનેઆઇ.સી.ડી.એસ સંબંધિત ટેબ્લોઝ રજૂ થયા હતા. જેમાં વન ખાતાના ટેબ્લોઝને પ્રથમ ક્રમ મળ્યો હતો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને સર્વેને મંત્રમુગ્ઘ કરી દીધા હતા. આ પ્રસંગે દહેગામ નગરપાલિકા અને દહેગામવાસીઓના સહયોગથી દહેગામ નગરની સ્વચ્છતાને ઉજાગર કરતી અને સ્વચ્છતા અંગેની જાગૃતિ આપતાં ગીતનું લોકાર્પણકરવામાં આવ્યું હતું. તેમજગીતનું નૃત્ય શૈલીમાં સુંદર રજૂઆત કરવામાં આવી હતી.તેમજ ગાંધીનગર પોલીસ દ્વારા ડોગ શો પણ રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટરના હસ્તે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અધિકારી, ખેલાડીઓઅને અન્ય વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ, ગાંધીનગર પ્રાંત અધિકારી આર.એસ.દેસાઇ,  જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ, દહેગામ મામલતદાર પ્રવિણ પરમાર, દહેગામ નગરપાલિકા ચીફ ઓફિસર સતીશ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Previous articleપ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
Next articleરાજુલામાં સુર્યસેના દ્વારા ફિલ્મ પદમાવતના વિરોધમાં બાઈકરેલી